@ અરૂણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
- પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટરના સર્વેનું તારણ
- વર્ષ-2018 કરતાં વર્ષ-2019માં વધુ એકમો થયા બંધ
- વર્ષ-2018માં 653 એકમો થયા બંધ
- વર્ષ-2019માં 842 એકમો થયા બંધ
- ખાલી જગ્યા ભરાય અને કામદોરોને સલામતી અપાય એ જરૂરી
ગુજરાતમાં ઔદ્યોગિક એકમમાં સર્જાતી આગ જેવી દુર્ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. જેના કારણે ગત વર્ષની તુલનામાં ઔદ્યોગિક એકમો બંધ થવાની સંખ્યામાં પણ વધારો થયો છે. તો એકમોમાં કામ કરતાં કામદારોની સંખ્યા પણ ખાલી પડી હોવાની વિગત ખાનગી કંપનીએ કરેલાં સર્વેક્ષણમાં બહાર આવી છે.

ગુજરાતમાં ઔદ્યોગક એકમમાં આગ લાગવી કે બ્લાસ્ટ થવાના બનાવ વધી રહ્યાં છે. આ પ્રકારની વધતી જતી દુર્ઘટનાના કારણે નિર્દોષ કર્મચારીઓ ભોગ બનતાં હોય છે. ત્યારે ખાનગી કંપની પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા હાથ ધરાયેલાં સર્વેમાં કેટલાંક ચોંકાવનારા તારણ જાણવા મળ્યા છે. સર્વેમાં જણાવાયા મુજબ વર્ષ-2018માં 2091 ઔદ્યોગિક એકમોની નોંધણી થઇ હતી. જ્યારે વર્ષ-2019માં 3151 ઔદ્યોગિક એકમોની નોંધણી થઇ હતી. જ્યારે વર્ષ-2018માં 643 ઔદ્યોગિક એકમો બંધ થયા હતા.

જ્યારે વર્ષ-2019માં 842 ઔદ્યોગિક એકમોને તાળા લાગ્યા હતા. એટલે કે ગત વર્ષની તુલનામાં વધુ 199 એકમો બંધ થયા હતા. આ ઉપરાંત સર્વમાં બહાર આવેલી વિગત મુજબ ઔદ્યોગિકસલામતી હેતુ પણ જાણે કે વધુ જગ્યા ખાલી પડી છે. જે મુજબ સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવતાં 54 ટકા અધિકારીઓની જગ્યા ખાલી છે. તો કામદારોના સ્વાસ્થ્યની સંભાળ રાખતાં આરોગ્ય અદિકારીઓની જગ્યા પણ ખાલી પડતાં ઔદ્યોગિક એકમો માટે એકમો ચલાવવા સામે મુશ્કેલી પડી રહી છે. ઔદ્યોગિક એકમોમાં કામદારોના આરોગ્યની કાળજી રાખતાં 15 જેટલાં તબીબી અધિકારી ઉપરાંત ડેપ્યુટી ડાયરેક્ટર મેડિકલની જગ્યા પણ ખાલી પડી છે. આ સંજોગોમાં ઉદ્યોગોને વેગ આપવા હવે ખાલી જગ્યા ભરવામાં આવે તેની સાથે ખાલી પડેલી આરોગ્ય અધિકારીઓની જગ્યા પણ ભરવામાં આવે તે જરૂરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
