Not Set/ પ્રોફેસરે વિદ્યાર્થીનીને પુછ્યું : મારા જેવો બોડીવાળો ચાલે કે નહીં ?

વડોદરા વડોદરામાં મેડીકલ કોલેજમાં એક પ્રોફેસરે કોલેજની વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણી કરી હતી.વડોદરામાં મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલી બરોડા ફિઝિયોથેરાપી કોલેજની વિદ્યાર્થિનીએ કોલેજના પ્રોફેસર એસ.કે. નાગર પર ગંભીર આરોપ લગાવતા સનસની મચી ગઇ છે. વિદ્યાર્થીનીના આરોપ પ્રમાણે મોખિક પરીક્ષા દરમિયાન પ્રોફેસરે તેને સવાલ કર્યા હતા કે તને કેવા છોકરા ગમે છે ? શર્ટ વગરના કેવી બોડીવાળા […]

Top Stories Gujarat

વડોદરા

વડોદરામાં મેડીકલ કોલેજમાં એક પ્રોફેસરે કોલેજની વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણી કરી હતી.વડોદરામાં મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલી બરોડા ફિઝિયોથેરાપી કોલેજની વિદ્યાર્થિનીએ કોલેજના પ્રોફેસર એસ.કે. નાગર પર ગંભીર આરોપ લગાવતા સનસની મચી ગઇ છે.

વિદ્યાર્થીનીના આરોપ પ્રમાણે મોખિક પરીક્ષા દરમિયાન પ્રોફેસરે તેને સવાલ કર્યા હતા કે તને કેવા છોકરા ગમે છે ? શર્ટ વગરના કેવી બોડીવાળા છોકરા ગમે છે ? મારા જેવો બોડી વાળો ચાલે કે નહીં ? તારે બોયફ્રેન્ડ છે કે નહીં ? પ્રોફેસરે વિદ્યાર્થિનીને એવું પણ કહ્યું હતું કે, જો તને કાર ડ્રાઇવ કરતા નથી આવડતી હોય તો હું શિખવાડીશ, વિદ્યાર્થિનીના કહેવા પ્રમાણે વાઇવા દરમિયાન પ્રોફેસરે બે વિદ્યાર્થિનીઓ પાસેથી મોબાઇલ નંબર પણ માંગ્યા હતા.

આવા સવાલો પૂછનાર પ્રોફેસર સામે કોલેજમાં રોષ ફાટી નીકળ્યો છે, જે વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી છે તે વિદ્યાર્થિની ફિઝિયોથેરાપીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, આ મામલે વિદ્યાર્થિનીએ કોલેજના ડીનને ફરિયાદ કરી છે. બરોડા મેડિકલ કોલેજના પ્રાધ્યાપક ડો.એસ.કે.નાગર દ્વારા બરોડા ફિઝિયોથેરાપી કોલેજની વિર્દ્યાથિનીઓ સાથે માનસિક વ્યભિચાર કરતા હોવાનો ગંભીર આક્ષેપ કરતું આવેદનપત્ર ગુરુવારે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બરોડા મેડિકલ કોલેજના ડીનને આપવામાં આવ્યુ છે. આ આવેદનપત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે તેમની સામે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામા આવી છે.

સામે પ્રોફેસર નાગરે તેમના પર લાગેલા આક્ષેપો ફગાવી દીધા છે, પોતાનો બચાવ કરતા કહ્યું છે કે તેઓ બરોડા કોલેજના ડીન બનવાના હોવાતી તેમની સામે આ ષડયંત્ર રચવામાં આવ્યું છે.

(તસ્વીર પ્રતિકાત્મક છે)