Not Set/ USએ લગાવેલા પ્રતિબંધ બાદ ઈરાનની કરન્સી થઇ હાલ-બેહાલ, ૧ ડોલરની કિંમત પહોચી એક લાખ રિયાલને પાર

તેહરાન, અમેરિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી લગાવવામાં આવી રહેલા પ્રતિબંધના કારણે ઈરાનની અર્થવ્યવસ્થાની હાલત ખૂબ કફોડી બની ગઈ છે. અમેરિકાના ભારે-ભરખમ બેનના કારણે ઈરાનની કરન્સી રિયાલની કિંમત ડોલર સામે ખૂબ ગગડી રહી છે. આ કારણે હવે ૧ અમેરિકી ડોલર સામે ઈરાનના રિયાલની કિંમત ૧,૧૨,૦૦૦ સુધી પહોંચી છે. ઈરાનની કરન્સી રિયાલમાં થઇ રહેલા ઘટાડાની વાત કરવામાં […]

World Trending
13 toman 1 USએ લગાવેલા પ્રતિબંધ બાદ ઈરાનની કરન્સી થઇ હાલ-બેહાલ, ૧ ડોલરની કિંમત પહોચી એક લાખ રિયાલને પાર

તેહરાન,

અમેરિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી લગાવવામાં આવી રહેલા પ્રતિબંધના કારણે ઈરાનની અર્થવ્યવસ્થાની હાલત ખૂબ કફોડી બની ગઈ છે. અમેરિકાના ભારે-ભરખમ બેનના કારણે ઈરાનની કરન્સી રિયાલની કિંમત ડોલર સામે ખૂબ ગગડી રહી છે. આ કારણે હવે ૧ અમેરિકી ડોલર સામે ઈરાનના રિયાલની કિંમત ૧,૧૨,૦૦૦ સુધી પહોંચી છે.

ઈરાનની કરન્સી રિયાલમાં થઇ રહેલા ઘટાડાની વાત કરવામાં આવે તો, ડોલરની તુલનામાં રિયાલની વેલ્યુની કુલ ધટાડાનો અડધો માત્ર ચાર મહિનામાં જ આવ્યો છે. આ પહેલા માર્ચમાં રિયાલ ૫૦,૦૦૦નાં સ્તરથી નીચે ગયો હતો.

સરકાર દ્વારા એપ્રિલમાં રિયાલના દરને ૪૨,૦૦૦ પર સ્થિર કરવાની કોશિશ કરી અને કાળા બજાર પર સખત કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. આ ઉપરાંત સરકાર તરફથી ફિક્સ્ડ એક્સચેન્જ રેટ ડૉલરનાં મુકાબલામાં ૪૪,૦૭૦થી ૧ જાન્યુઆરીના રોજ રિયાલની કિંમત ૩૫,૧૮૬ હતી.

બીજી બાજુ ઈરાનનાં લોકો અર્થવ્યવસ્થામાં મંદીને લઇને સતત ચિંતામાં છે અને પોતાની બચત અથવા તો રોકાણને સુરક્ષિત રાખવા ઇચ્છે છે. પરંતુ રિયાલની કિંમતમાં ઘટાડો થવાનું હજુ સુધી ચાલુ રહેશે એવું અનુમાન છે.

મહત્વનું છે કે, બેંકો સામાન્ય રીતે ડોલર આર્ટીફિશિયલ લો રેટ પર વેચવા માટે ઇન્કાર કરે છે. જો કે સરકાર દ્વારા આ પહેલા જૂન મહિનામાં ઇમ્પોર્ટ પર કેટલાક સમૂહોને છૂટ અપાઈ હતી.