Not Set/ ડેપ્યુટી સીએમે પત્રકાર પરિષદ યોજી આપી માહિતી, બિન અનામત વર્ગો માટે સરકારની મોટી જાહેરાત

ગાંધીનગર રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્યના બિન અનામત વર્ગને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા એક યોજના જાહેર કરવામાં આવી છે. મતદારોના ભરોસે બેસવાને બદલે ભાજપે ગ્રામીણોને પણ રીઝવવાનો પ્રયત્ન કર્યો લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર તમામ સમાજોને એક સાથે રાખવાનો પ્રયત્ન કરી રહી છે. […]

Top Stories Gujarat Trending
dsasdadsasasadd 9 ડેપ્યુટી સીએમે પત્રકાર પરિષદ યોજી આપી માહિતી, બિન અનામત વર્ગો માટે સરકારની મોટી જાહેરાત

ગાંધીનગર

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્યના બિન અનામત વર્ગને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા એક યોજના જાહેર કરવામાં આવી છે.

મતદારોના ભરોસે બેસવાને બદલે ભાજપે ગ્રામીણોને પણ રીઝવવાનો પ્રયત્ન કર્યો

લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર તમામ સમાજોને એક સાથે રાખવાનો પ્રયત્ન કરી રહી છે. ગામડામાં ભાજપની પકકડ ઘટતી જાય છે. શહેરી મતદારોના ભરોસે બેસવાને બદલે ભાજપે ગ્રામીણોને પણ રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. લોકસભાની ચૂંટણીમાં ગામડાના મતદારોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે. ભાજપે હવે તમામ આંદોલનને એક સાથે દાબી દેવા માટે માસ્ટરપ્લાન ઘડ્યો છે.

બિનઅનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે રાજ્યના ડે.CM નીતિન પટેલે એક કોન્ફરન્સ કરીને પત્રકારો સાથે વાતચીત કરી હતી.

જો કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરતા જણાવાયું કે, અનામતને કોઇ નુકસાન ન થાય અને સવર્ણ સમાજને ન્યાય મળી રહે તેવા પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, સંપુર્ણ અભ્યાસ કર્યા અને મંથન બાદ આ યોજના લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં આશરે દોઢ કરોડ લોકોને અનામત નથી મળી રહી. તમામને સરખી વ્યવસ્થા મળે તે પ્રકારનો સરકારનો પ્રયાસ છે.

સરકારની યોજના પર વાત કરતા નીતીન પટેલે જણાવ્યું કે, નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે.  તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે.

રાજ્યમાં ચાલતા મેડિકલ, જેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવાસિયક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપીસ વેટરનરી વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ, બીએસસી, બીએ વગેરે સિવાય) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યૂશન ફી અથવા 10 લાખ રૂપિયા તે બે પૈકી તે ઓછું હોય તે પ્રમાણેની લોન 4 ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.