Not Set/ તમે પણ ખરીદી સમયે રાખજો ધ્યાન, ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવવાનું કૌભાંડ આવ્યું સામે..

આજનાં યાંત્રીક યુગમાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે જે એન્જીન ઓઇલ ઉપયોગમાં નહી લેતી હોય. સામાન્ય માણસથી માંડીને મોટી હસ્તિ હોય કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, કોઇને કોઇ જગ્યાએ એન્જીન ઓઇલ વાપરતા જ હોય છે. જો તમે પણ એન્જીન ઓઇલનાં વપરાસ કરતા છો અને બ્રાન્ડેડ એન્જીન ઓઇલ વાપરવાનાં આગ્રહી છો, તો આ ખાસ વાંચ જો, કારણે કે વડોદરામાંથી ડુપ્લીકેટ […]

Gujarat Vadodara
03ff6c2760cbb0fe55e5f69e716420f5 તમે પણ ખરીદી સમયે રાખજો ધ્યાન, ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવવાનું કૌભાંડ આવ્યું સામે..

આજનાં યાંત્રીક યુગમાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે જે એન્જીન ઓઇલ ઉપયોગમાં નહી લેતી હોય. સામાન્ય માણસથી માંડીને મોટી હસ્તિ હોય કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, કોઇને કોઇ જગ્યાએ એન્જીન ઓઇલ વાપરતા જ હોય છે. જો તમે પણ એન્જીન ઓઇલનાં વપરાસ કરતા છો અને બ્રાન્ડેડ એન્જીન ઓઇલ વાપરવાનાં આગ્રહી છો, તો આ ખાસ વાંચ જો, કારણે કે વડોદરામાંથી ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જી હા, બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ એન્જીન ઓઇલનું બનાવતુ ગોડાઉન વોડદરામાંથી ઝડપાયું છે.

ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવતા હતા અને પેકિંગ અને બાકીનું મઠાર કામ કરી બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઇલ તરીકે આ ચાલસાઝો બજારમાં આ ઓઇલ ધાબળતા હતા. જો કે, વડોદરા SOG પોલીસ દ્રારા વાડી વિસ્તારનાં તાઇવાડામાં આવેલ ગોડાઉન પર છાપો મારી અઘઘઘ 3.34 લાખનું નકલી ઓઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

પોલીસ દ્વાર આ કૌભાંડનો મુખ્ય ભેજાબાજ નૌશાદ ભુજાવાલાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ હાલ ડુપ્લિકેટ ઓઇલનો વ્યાપ અને કોણ કોણ ખરીદી કરે છે અને કાચો માલ ક્યાંથી આવે છે વિગેરે મામલે તપાસ હાથ ધરી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews