Not Set/ કેરિબિયન બોલર ડ્વેન બ્રાવોએ અશ્વેત સાથે થઇ રહેલા ભેદભાવ પર આપી જબરદસ્ત પ્રતિક્રિયા

વેસ્ટ ઇન્ડીઝનાં ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ વર્ષોથી ભેદભાવનો ભોગ બનેલા અશ્વેત લોકો માટે આદર અને સમાનતાની અપીલ કરતા કહ્યુ કે, ‘હવે બદુ થઇ ચુક્યું છે.’ અમેરિકામાં શ્વેત પોલીસ અધિકારીનાં હસ્તે આફ્રિકન-અમેરિકન જ્યોર્જ ફ્લોયડનાં મૃત્યુ પછી, વેસ્ટ ઇન્ડીઝનાં પૂર્વ કેપ્ટન ડેરેન સેમી અને ક્રિસ ગેલે જાતિવાદની કડક નિંદા કરી હતી, અને હવે બ્રાવોએ પણ આ મુદ્દે પોતાનો […]

Uncategorized
ef54f485bf8759abe676843eb40c8f1e કેરિબિયન બોલર ડ્વેન બ્રાવોએ અશ્વેત સાથે થઇ રહેલા ભેદભાવ પર આપી જબરદસ્ત પ્રતિક્રિયા

વેસ્ટ ઇન્ડીઝનાં ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ વર્ષોથી ભેદભાવનો ભોગ બનેલા અશ્વેત લોકો માટે આદર અને સમાનતાની અપીલ કરતા કહ્યુ કે, હવે બદુ થઇ ચુક્યું છે.’ અમેરિકામાં શ્વેત પોલીસ અધિકારીનાં હસ્તે આફ્રિકન-અમેરિકન જ્યોર્જ ફ્લોયડનાં મૃત્યુ પછી, વેસ્ટ ઇન્ડીઝનાં પૂર્વ કેપ્ટન ડેરેન સેમી અને ક્રિસ ગેલે જાતિવાદની કડક નિંદા કરી હતી, અને હવે બ્રાવોએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

eb9977ed2b236c8c089517b0276f3977 કેરિબિયન બોલર ડ્વેન બ્રાવોએ અશ્વેત સાથે થઇ રહેલા ભેદભાવ પર આપી જબરદસ્ત પ્રતિક્રિયા

બ્રાવોએ મંગળવારે ઝિમ્બાબ્વેનાં ભૂતપૂર્વ ક્રિકેટર પોમી મબાંગ્વા સાથે ઈન્સ્ટાગ્રામ પર વાર્તાલાભા દરમિયાન કહ્યું કે, “વિશ્વમાં જે થઇ રહ્યુ છે તે દુ:ખદ છે. અશ્વેત હોવાના કારણે, અમે અશ્વેત લોકોનો ઇતિહાસ જાણીએ છીએ કે તેઓ કેવા સમયથી પસાર થયા છે. અમે ક્યારેય બદલો લેવાની વાત કરી નથી, અમે ફક્ત સમાનતા અને આદરની વાત કરીએ છીએ.” તેણે કહ્યું, “અમે બીજાનું સમ્માન કરીએ છીએ. તો પછી શા માટે અમે સતત તેનો સામનો કરી રહ્યા છીએ. બસ બહુ થયું હવે. અમે ફક્ત સમાનતા ઇચ્છી રહ્યા છીએ. અમે બદલો કે યુદ્ધની ઇચ્છા નથી રાખતા.” બ્રાવોએ કહ્યું, “અમને આદર જોઈએ છે. અમે લોકોનાં દરેક વર્ગ વચ્ચે પ્રેમ શેર કરીએ છીએ અને તેમની પ્રશંસા કરીએ છીએ. આ સૌથી મહત્વપૂર્ણ છે.”

266eb6c2e98e3e2f5c6b321714e4aa12 કેરિબિયન બોલર ડ્વેન બ્રાવોએ અશ્વેત સાથે થઇ રહેલા ભેદભાવ પર આપી જબરદસ્ત પ્રતિક્રિયા

બ્રાવોએ કહ્યુ કે, તે ઇચ્છે છે કે દુનિયાને ખબર રહે કે તેઓ શક્તિશાળી અને સારા લોકો છે. તેમણે નેલ્સન મંડેલા, મોહમ્મદ અલી અને માઇકલ જોર્ડન જેવા ઉદાહરણો આપ્યા. તેમણે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે આપણા ભાઈ-બહેનોને ખબર હોય કે આપણે શક્તિશાળી અને સુંદર છીએ. વિશ્વનાં કેટલાક મહાન લોકોનો વિચાર કરો, તે નેલ્સન મંડેલા, મોહમ્મદ અલી અથવા માઇકલ જોર્ડન હોય. અમારી પાસે નેતૃત્વ હતું જેણે અમારા માટે માર્ગ મોકળો કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.