અમદાવાદ/ બાપુનગરમાં 12.92 લાખ તફડાવી બાઇક સવાર થયા ફરાર, CCTV માં લૂંટની ઘટના Capture

અમદાવાદ શહેરનાં બાપુનગર વિસ્તારમાં લાખો રૂપિયાની ચીલ ઝડપ થયાની ઘટનાએ પોલોસને દોડતી કરી દીધી છે. ફેક્ટરીનો કર્મચારી આંગડિયા પેઢીમાંથી નાણા લઇને પરત આવતો હતો.

Ahmedabad Gujarat
અમદાવાદ

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેરનાં બાપુનગર વિસ્તારમાં લાખો રૂપિયાની ચીલ ઝડપ થયાની ઘટનાએ પોલોસને દોડતી કરી દીધી છે. ફેક્ટરીનો કર્મચારી આંગડિયા પેઢીમાંથી નાણા લઇને પરત આવતો હતો તે દરમ્યાન બાઈક પર આવેલા બે શખ્સોએ તેની પાસેથી રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ચકચારી ઘટનાને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયો હતો.

11 175 બાપુનગરમાં 12.92 લાખ તફડાવી બાઇક સવાર થયા ફરાર, CCTV માં લૂંટની ઘટના Capture

આ પણ વાંચો – હાઇકોર્ટ / RJD સુપ્રીમો લાલુ પ્રસાદને ફરીથી જેલમાં જવું પડી શકે છે,સુનાવણી આગામી બે મહિનામાં પૂર્ણ થાય તેવી શક્યતા

આ ઘટનાને પગલે અમદાવાદ બાપુનગર પોલીસે ચીલ ઝડપ કરનારા શખ્સોને પકડવા CCTV ફુટેઝનાં આધારે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, CCTV ફૂટેજ માં સ્પષ્ટ દેખાય છે કે ગઇકાલે મોડી સાંજે ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે આવેલા મણિયાર વાડીની ગલીમાં આવેલી રાખી એન્ટરપ્રાઇઝ લિમિટેડનાં કર્મચારી અવિનાશભાઈ આંગડિયામાંથી રૂપિયા 12 લાખ 92 હજાર લઈને ફેકટરીનાં No પાર્કિંગ સુધી પહોંચ્યા ત્યારે બાઈક પર આવેલા બે વ્યક્તિઓ તેમનો પીછો કરતા હતા. જ્યારે ભોગ બનનાર કર્મચારી અવિનાશ નાઈએ પોતાની એકટીવામાંથી રૂપિયાનો થેલો બહાર કાઢ્યો ત્યારે ઘટનાએ આકાર લીધો. અમદાવાદ પોલીસે CCTV તપાસતા બહાર આવ્યુ છે કે ગણતરીની સેકન્ડોમાં બાઈક પર આવેલા સફેદ કપડા વાળો આરોપી લાખો રૂપિયા ભરેલી બેગની ફરિયાદી પાસેથી ચીલઝડપ કરી ફરાર થઈ ગયો હતો.

બાપુનગર

આ પણ વાંચો – Mission Mars / મંગળ પર જીવનના ચિહ્નો શોધવાના NASAના પર્સિવરેન્સ દ્વારા પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ,પરંતુ મળી આવ્યું કંઈક આવું

સમગ્ર ઘટનાની જાણ થતા બાપુનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમાં CCTV ફૂટેજ તપાસતા 12.92 લાખ ભરેલી આર્મી કલરનાં કપડાવાળી બેગ તફડાવી મોટરસાઇકલ પર આવેલો આરોપી ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ ગયો હતો. આ બાબતની જાણ ફરિયાદીએ તેની ફેક્ટરી હીરા કે એન્ટરપ્રાઇઝ લિમિટેડનાં માલિક ઇનામુલ હક્ક ઈરાકીને કરી હતી. પોલીસની તપાસ દરમ્યાન આંગડિયા પેઢી પીછો કરતા બાઈક પર આવેલા બંને વ્યક્તિઓ છારા ગેંગનાં સાગરીતો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.