hair cut/ ગુજરાતની સૌથી લાંબા વાળ ધરાવતી નીલાંશીએ વાળ કપાવ્યા

નીલાંશીએ પોતાના વાળ કપાવ્યા

Gujarat
nilansi ગુજરાતની સૌથી લાંબા વાળ ધરાવતી નીલાંશીએ વાળ કપાવ્યા

ગુજરાતના મોડાસાની નીલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી તરીકે 2018માં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.આ નીલાંશી પટેલએ સમયે 16 વર્ષની કિશોરી હતી તેણે અ સમયે દુનિયામાં પોતાના સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી તરીકે સન્નમાન મેળવ્યું હતું તેણે પોતાના વાળ કાપ્વાનો નિર્ણય લીધો હતો અને તેણે પોતાના વાળ કપાવી નાંખ્યાં હતાં

મોડાસામાં રહેતી નીલાંશી પટેલે 2018માં સૌથી લાંબા વાળનો રેર્કોડ કર્યો હતો તેને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.એ સમયે તેના વાળની લંબાઇ 170.5 સેન્ટીમીટર હતી.તે હવે 18 વર્ષની છે અને હાલમાં તેના વાળની લંબાઇ 200 સેન્ટીમીટર હતી.હવે નીલાંશીએ પોતાના લાંબા વાળ કપાવી નાખ્યા છે.

નીલાંશઈએ 6 વર્ષની ઉંમરથી વાળ વધારવાની શરૃઆત કરી હતી.નીલાંશી કહે છે કે મારા લાંબા વાળને લઇને મેં ઘણું  મેળ્વયું છે. હવે મારે સામાન્ય યુવતી બનીને રહેવું છે. દર અછવાડિયે વાળ ધોયા પછીએને સૂકવવામાં મારી મમ્મી મને મદદ કરતી હતી.

વાળ કપાવ્યા બાદ મારી પાસે ત્રણ વિકલ્પ હતા  વાળની હરાજી કરવી,મ્યુઝીયમને દાન કરી દેવા કે પછી કેન્સર  દર્દીના ચેરીટી માટેવેચી દેવા.અંતે કેન્સર પીડિતો માટે દાન કરવાનું વિચાર્યુ હતું.