Not Set/ ગુજરાતમાં જોવા મળ્યો કોરોનાનો નવો XE વેરિઅન્ટનો કેસ

કોરોના નો નવો વેરિએન્ટ સામે આવતા લોકોના મનમાં એક વાર ફરી ચિંતા ઘર કરવા લાગી કેમ કે આ અન્ય વેરિઅન્ટની સરખામણીમાં 10 ઘણો વધારે સંક્રમક છે.

Top Stories Ahmedabad Gujarat
કોરોના

મુંબઈ બાદ હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસના XE વેરિઅન્ટનો પહેલો કેસ સામે આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાએ બુધવારે દાવો કર્યો હતો કે મુંબઈમાં કોરોના વાયરસના XE વેરિઅન્ટનો પહેલો કેસ સામે આવ્યો છે. જ્યારે શુક્રવારે ગુજરાતમાં સમાન લક્ષણ ધરાવતા એક કેસની જાણ થઇ છે. જો કે તેના અન્ય રિપોર્ટ હજુ કરવામાં આવી રહ્યા છે અને તેથી જ સત્તાવાર રીતે જાહેરાત કરવાની અધિકારીઓએ મનાઈ કરી હોવાનું એક અંગ્રેજી અખબાર નોંધે છે. પરંતુ નામ નહિ આપવાની શરતે કોરોનાનો નવો વેરિએન્ટ ગુજરાતમાં મળ્યો હોવાનું એક જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું. કોરોના નો નવો વેરિએન્ટ સામે આવતા લોકોના મનમાં એક વાર ફરી ચિંતા ઘર કરવા લાગી કેમ કે આ અન્ય વેરિઅન્ટની સરખામણીમાં 10 ઘણો વધારે સંક્રમક છે.

નોંધનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ મુંબઈમાં XE વેરિઅન્ટ મળવાના બીએમસીના દાવાને ફગાવ્યા અને કોઈ પણ કેસની પુષ્ટિ કરવાથી ઈનકાર કરી દીધો. જોકે હવે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યુ છે કે XE વેરિઅન્ટના શંકાસ્પદ દર્દીની હાલત સારી છે અને તેમના સંપર્કમાં આવનારા તમામ લોકો કોરોના નેગેટીવ છે. કોરોના વાયરસનુ XE વેરિઅન્ટ ભારત સહિત સમગ્ર દુનિયાના દેશોમાં ચિંતાનો વિષય બનેલો છે, કેમ કે શરૂઆતી સ્ટડીમાં જાણવા મળ્યુ છે કે આ અત્યાર સુધીના તમામ વેરિઅન્ટની તુલનામાં વધારે સંક્રમક છે અને 10 ઘણો ઝડપથી લોકોને પોતાની ચપેટમાં લે છે.

કેટલો ખતરનાક છે કોરોનાનો XE વેરિઅન્ટ?

એક્સપર્ટસનુ કહેવુ છે કે ચીનમાં XE વેરિઅન્ટથી જ સંક્રમણની નવી લહેર આવી છે, પરંતુ ભારતમાં કોરોના વાયરસના આ નવા વેરિઅન્ટનુ જોખમ લગભગ શૂન્ય છે. આઈસીએમઆરના વૈજ્ઞાનિક ડૉ. સમીરન પાંડા. આઈસીએમઆરના પૂર્વ વૈજ્ઞાનિક ડો. રમણ ગંગાખેડકર અને એઈમ્સ દિલ્હીના પ્રોફેસર સંજય રોયે જણાવ્યુ છે કે કેમ ભારતમાં XE વેરિઅન્ટનુ જોખમ નથી.  એક્સપર્ટસનુ કહેવુ છે કે ભારતમાં ત્રીજી લહેરને કારણે કોવિડ-19એ ઓમિક્રોન વેરિઅન્ટ હતો અને XE પણ ઓમિક્રોનનુ જ નવુ વર્જન છે. એવામાં બીજીવાર સંક્રમણની આશંકા ઘણી ઓછી છે. નિષ્ણાંતોએ જણાવ્યુ કે સંક્રમણની લહેર હંમેશા નવા વેરિઅન્ટના કારણથી આવે છે અને સીરો સર્વેની રિપોર્ટથી જાણ છે કે દેશની 90 ટકા આબાદી સંક્રમિત થઈ ચૂકી છે અને લોકો ફરીથી સંક્રમિત થશે નહીં. ચીનમાં ઓમિક્રોનના કેસ ઓછા હતા, તેથી XE વેરિઅન્ટ ત્યાં તબાહી મચાવી રહ્યો છે. WHOનુ કહેવુ છે કોવિડ-19 નુ XE વેરિઅન્ટ બે અલગ-અલગ વેરિઅન્ટના મળવાથી બન્યો છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના બે રૂપ છે. પહેલુ છે ઓમિક્રોન બીએ. 1 અને બીજુ બીએ.2 છે. આ બે વેરિઅન્ટના મળવાથી XE વેરિઅન્ટ બન્યો છે. કોઈ કોમ્બિનેશન ત્યારે તૈયાર થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ એક કરતા વધારે વેરિઅન્ટથી ઈન્ફેક્ટેડ થઈ ચૂક્યો હોય.

આ પણ વાંચો :કિરીટ સોમૈયા પર FIR બાદ સંજય રાઉતે કહ્યું- દેશદ્રોહી પિતા-પુત્રને જેલમાં જવું પડશે

આ પણ વાંચો :INS વિક્રાંત માટે ભંડોળ એકત્ર કરવામાં ગેરરીતિ,ભાજપના નેતા અને પુત્ર સામે કેસ,રાઉતે લગાવ્યા આરોપ