દોસ્તી કે મુર્ખામી/ બહેનપણીને પ્રેમીએ લગ્ન કરવાની કરી મનાઈ : પાંચ બહેનપણીઓએ ઝેર ખાવામાં આપ્યો સાથ

ત્રણ બહેનપણીઓનાં મૃત્યુ થયા અને બાકીની ત્રણની સારવાર ચાલી રહી છે ત્યારે ત્રણ બહેનપણીઓનાં મૃત્યુ થયા અને બાકીની ત્રણની સારવાર ચાલી રહી છે.

Top Stories India
બહેનપણી

આ દોસ્તી કહેવી કે મુર્ખામી એ સવાલ મહત્વનો બની ગયો છે કારણકે ઓરંગાબાદના કાસમા વિસ્તારમાં એક સાથે છ બહેનપણીઓ એ ઝેર ખાઈને જીવન ટૂંકાવાનો પ્રયત્ન કર્યો છે. જેમાંથી ત્રણ બહેનપણી ઓનાં મૃત્યુ થયા અને બાકીની ત્રણની સારવાર ચાલી રહી છે. મળતી વિગત અનુસાર આ ઘટનાનાં મૂળમાં પ્રેમ પ્રકરણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જો કે વધુ તપાસ ચાલી રહી છે.

વધુ માહિતી આપતા જિલ્લાના એસપી  કાંતેશ કુમારે જણાવ્યું કે મૃતક યુવતીને ભાઈના સાળા સાથે પ્રેમ હતો અને બહેનપણીઓ સામે તેણે પ્રપોઝ કર્યું હતું પરંતુ યુવકે ઈનકાર કરી દીધો હતો.  ત્યારબાદ તે યુવતી ગામમાં આવી તો બધાને જાણ થઈ કે તેણે ઝેર ખાઈ લીધું છે.  તેની બહેનપણીનાં આવા સમાચાર સાંભળી અન્ય તમામ યુવતીઓએ એક બાદ એક ઝેર ગટગટાવી માંડ્યું હતું.  અત્યાર સુધીમાં એક બાદ એક એમ ત્રણ યુવતીઓના મોત થયા છે અને ગામ આખામાં સન્નાટો છવાય ગયો છે. યુવતીઓને બચાવવા માટે દોડધામ મચી ગઈ પરંતુ 3ના જીવ બચાવી શકાયા નહીં. ગામમાં હાલમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોતના માતમ વચ્ચે ત્રણ યુવતીઓના જીવ બચી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આવી ઘટના સમાજમાં લાલબત્તી સમાન સાબિત થાય છે. જ્યારે કોઈ એક વ્યક્તિના કારણે દુઃખી થાય અને મોતને વાહલું કરે ત્યારે સમાજની ક્યાંક કશે નિષ્ફળતા હોય એવી છબી પણ ઉપસીને આવે છે.

આ પણ વાંચો :કિરીટ સોમૈયા પર FIR બાદ સંજય રાઉતે કહ્યું- દેશદ્રોહી પિતા-પુત્રને જેલમાં જવું પડશે

આ પણ વાંચો :INS વિક્રાંત માટે ભંડોળ એકત્ર કરવામાં ગેરરીતિ,ભાજપના નેતા અને પુત્ર સામે કેસ,રાઉતે લગાવ્યા આરોપ