Jammu and Kasmir/ પુલવામા બિહારના મજૂરો પર આતંકીઓએ ફેંક્યા ગ્રેનેડ, એકનું મોત, 2 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ બહારના મજૂરો પર હુમલો કર્યો છે. પુલવામાના ગદૂરા વિસ્તારમાં આતંકીઓએ મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો છે

Top Stories India
6 6 પુલવામા બિહારના મજૂરો પર આતંકીઓએ ફેંક્યા ગ્રેનેડ, એકનું મોત, 2 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ બહારના મજૂરો પર હુમલો કર્યો છે. પુલવામાના ગદૂરા વિસ્તારમાં આતંકીઓએ મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો છે. આ આતંકવાદી ઘટનામાં એક મજૂરનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

મૃતક મજૂરની ઓળખ મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે, જે બિહારના સાકવા પરસાનો રહેવાસી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે ઘાયલોની ઓળખ મોહમ્મદ આરીફ અને મોહમ્મદ મજબૂલ તરીકે થઈ છે, બંને બિહારના રામપુરના રહેવાસી છે, બંનેની સ્થિતિ સ્થિર છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દિવસમાં આતંકવાદીઓ દ્વારા આ ત્રીજો હુમલો છે. જોકે, અગાઉ થયેલા હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

અગાઉના દિવસે પણ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના આલોચીબાગ વિસ્તારમાં પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો, પરંતુ અસરકારક જવાબી કાર્યવાહી બાદ તેઓ ભાગી ગયા હતા. આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મંગળવારે પણ જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંક્યો હતો. ગ્રેનેડ પોલીસ ચોકીની છત પર પડ્યો અને વિસ્ફોટ થયો. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.

રામબન જિલ્લામાં થયેલા હુમલા અંગે અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) એ હુમલાની જવાબદારી લીધી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને આર્મીની ટીમોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે.