પશુબલિ/ ધોલેરામાં બલિ ચઢતા પાંચ બકરાઓને બચાવાયા

ધોલેરા સિટીમાં વાલ્મિકી વાસ વિસ્તારમાં આવેલ માતાજીના મઢ ખાતે પશુ બલિ આપીનેપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું

Top Stories Ahmedabad
પશુ બલિ

વર્તમાન સમયમાં પણ પશુ બલિ પ્રથા જોઈને આશ્ચર્ય જરૂર થાય પરંતુ આજેય એવી ઘટનાઓ ઘટતી રહે છે. કોઇ નાના કે છેવાડાના ગામડામાં નહિ પરંતુ અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પણ અંધશ્રદ્ધા હજી જોવા મળે છે. શુક્રવારે જ ધોલેરા સિટીમાંથી 5 પશુ  બલિ આપવા તૈયાર કરવામાં આવ્યા હતા જો કે વિજ્ઞાન જાથાની ટીમ અને  પોલીસ ઘટના સ્થળે પશુઓની બલિ ચઢાવવામાં આવે એ પહેલા જ પહોચી ગઈ હતી અને પાંચ અબોલ જીવને બચાવી લીધા છે.

મળતી વિગત અનુસાર ધોલેરા સિટીમાં વાલ્મિકી વાસ વિસ્તારમાં આવેલ માતાજીના મઢ ખાતે પશુ બલિ આપીનેપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ બરાબર પશુઓની બલિ ચઢાવવામાં આવે એ પહેલા જ વિદ્યાન જાથાની ટીમ અને પોલીસ મળીને ઘટના સ્થળે પહોચી જતા પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. સાથે સાથે ઘટના સ્થળ ઉપરથી પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 5 આરોપી સાથે 5 બકરાઓ અને 1 વિદેશી દારૂની બોટલ તેમજ તલાવાર સહીત અન્ય કેટલીક વસ્તુઓ અને પૂજન સામગ્રી પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધારી હતી. પ્રાથમિક તપાસમાં બાળકના જન્મ અંગેની માનતા હોવાથી બાળકનો જન્મ થતા માનતા પૂરી કરવાની વાત સામે આવી છે જો કે હજી પોલીસ તપાસ ચાલુ છે અને આગળ કાર્યવાહી બાદ વધુ વિગત મળી શકવાનું પોલીસનું કહેવું હતું.

આ પણ વાંચો :Yo Yo Honey Singh સાથે દિલ્હીની ક્લબમાં કરવામાં આવ્યું ગેરવર્તન, વ્યક્તિએ કહ્યું- ભગાડી દીધો હની… 

આ પણ વાંચો :ભારતી સિંહના પુત્રની પહેલી ઝલક આવી સામે, હર્ષ અને અભિનેત્રીના ચહેરા પર જોવા મળી ખુશી 

આ પણ વાંચો :સામંથા રૂથ પ્રભુના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘યશોદા’