- ચૂંટણી ટાણે અમદાવાદમાં દારૂનો જથ્થો ઝડપાયો
- અમદાવાદ ક્રાઈમબ્રાંચની મોટી કાર્યવાહી
- દારૂનો જથ્થો ઝડપી પડાયો
- 740 ઇંગ્લીશ દારૂની બોટલ ઝડપાઈ
- 30 બિયર-1 ફોરવ્હીલર ગાડી ઝડપાઈ
- ક્રાઇમબ્રાંચે બુટલેગરની કરી ધરપકડ
- નાના ચિલોડા પાસે આરોપીની ધરપકડ
- આરોપીની અગાઉ વિવિધ ગુનામાં સંડોવણી
- સરદારનગર-નરોડા પો.સ્ટેશનમાં હતી ફરિયાદ
- અગાઉ પ્રોહીબિશનનાં ગુના નોંધાયેલા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હાલ તમામ પાર્ટીઓ પ્રચાર માધ્યમ તેજ કરી દીધો છે .ચૂંટણી જીતવા માટે પાર્ટી એડીચોટીનો જોર લગાવી રહી છે. ચૂંટણીૂ સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 740 વિદેશી દારૂની બોટલ ઝડપી પાડિ છે. આ ઉપરાંત 30 બિયરની બોટલ પણ ઝડપી પાડિ છે. ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરને પણ ઝડપી પાડ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નાના ચિલોડા પાસે કારમાં દારૂ આવી રહ્યો છે તે બાતમી મળતા પોલીસે તમામ વાહનોની ચેકિગ હાથ ધર્યો હતો અને ચેકિંગ દરમિયાન વાહનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.પોલીસે બૂટલેગરે ની પણ ધરપકડ કરી હતી આ બૂટલેગર પર જુદા જુદા ગુનામાં સંડોવણી પર બહાર આવી છે. અગાઉ બૂટલેગર સાીમે દારૂ સંબધિત કેસો પણ થયેલા છે. તેની સામે ગુના સરદાર નગર પોલીસ સ્ટેશમાં ગનુા નોંધાયા છે. હાલ પોલીસે તેની સામે ગુનો નોંધીને વધુ પુછપરછ હાથ ધરી છે.