દેશની આર્થિક રાજધાની મુંબઈનાં ડોંગરી વિસ્તારમાં મંગળવારે એક ચાર માળની ઇમારત ધરાસાઇ થઇ ગઇ હતી. જેના કાટમાળ નીચે 40 જેટલા લોકો ફસાયા છે. રાહતકાર્યમાં લાગેલી ટીમે આ કાટમાળ નીચે ફસાઇ ગયેલા એક બાળકને રેસ્ક્યૂ કર્યો છે. આ બાળકને રેસ્ક્યૂ કર્યા બાદ તુરંત તેને હોસ્પિટલ સારવાર અર્થે ભરતી કરવામાં આવેલ છે. આ કાટમાળમાં અત્યાર સુધીમાં પાંચ લોકોને સુરક્ષિત બહાર નિકાળી દેવામાં આવ્યા છે. જ્યારે ત્રણ લોકોનાં મોત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે.
#UPDATE Mumbai Police: Death toll rises to 3 in the Kesarbhai building collapse in Dongri, today. 8 people have been injured in the incident, so far. pic.twitter.com/MUUYabGXA4
— ANI (@ANI) July 16, 2019
ઉલ્લેખનીય છે કે, સાઉથ મુંબઇનાં ડોંગરી વિસ્તારમાં મંગળવારે સવારે એક ઇમારત ધરાશાયી થતાં અનેક લોકો તેના કાટમાળ નીચે ફસાયા હતા. મુંબઈના ડોંગરીમાં ટંડેલ સ્ટ્રીટમાં આવેલી ચાર માળની કેસરબાઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઇમારત પડતાં ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે. એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે સાંકડી ગલી હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે.
Mumbai: A child rescued from the building collapse site in Dongri, he has been admitted to hospital and is stable pic.twitter.com/LawktNSdR7
— ANI (@ANI) July 16, 2019
બિલ્ડિંગ 80થી 100 વર્ષ જુની હોવાનુ સામે આવી રહ્યુ છે. અહી 10થી 15 પરિવાર રહેતા હતા. જ્યારે ઇમારત પડી ત્યારે તેમા 40 લોકો હાજર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
