Not Set/ “સાહો” ફિલ્મનાં 8 મિનિટનાં સીન પાછળ રચાશે ઈતિહાસ, ખર્ચાશે કરોડો રૂપિયા

દુનિયાભરમાં બાહુબલી ફિલ્મથી પોતાની એક અલગ જ ઓળખ બનાવનાર પ્રભાસની મચ અવેટેડ ફિલ્મ “સાહો” આ વર્ષે 15 ઓગષ્ટનાં રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મથી પ્રભાસ બોલિવુડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તેની સાથે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે. ફિલ્મનું ટીઝર થોડા સમય પહેલા રીલીઝ કરવામા આવ્યુ હતુ અને હવે તેના ટ્રેલરની લોકો રાહ જોઇ […]

Top Stories Entertainment

દુનિયાભરમાં બાહુબલી ફિલ્મથી પોતાની એક અલગ જ ઓળખ બનાવનાર પ્રભાસની મચ અવેટેડ ફિલ્મ “સાહો” આ વર્ષે 15 ઓગષ્ટનાં રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મથી પ્રભાસ બોલિવુડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તેની સાથે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે. ફિલ્મનું ટીઝર થોડા સમય પહેલા રીલીઝ કરવામા આવ્યુ હતુ અને હવે તેના ટ્રેલરની લોકો રાહ જોઇ રહ્યા છે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં બંન્ને સ્ટાર જબરદસ્ત સ્ટંટ સીન કરતા નજર આવશે.

મળી રહેલી માહિતી અનુસાર, “સાહો” ફિલ્મનાં 8 મિનિટનાં એક એક્શન સીન પાછળ 70 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મનાં સિનેમેટોગ્રાફર Madhi અનુસાર આ એક્શન સીન ઇતિહાસ રચવાનો છે. કારણ કે પહેલીવાર જ્યારે કોઇ ફિલ્મનાં એક એક્શન સીનનાં ફિલ્માંકનમાં આટલા કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. જેના કારણે ફિલ્મનું બજેટ પણ વધી ગયુ છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર દુબઈમાં શૂટ કરવામાં આવેલ એક્શન સીનમાં પ્રભાસ 37 કારો અને 5 ટ્રકોની નષ્ટ કરતો નજર આવશે. સુજીતનાં ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સાહો નું બજેટ 300 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યુ છે. આ ફિલ્મ હિંદી સિવાય તેલુગૂ અને તમિલમાં પણ રીલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન