ઝીંઝુવાડા/ જાણો છો આ લાઈટ હાઉસ કેમ ખાસ છે : મનસુખ માંડવિયાએ કેમ કરવું પડ્યું ટ્વીટ

pm મોદીની મન કી બાત માં કરાયેલા લાઈટ હાઉસના ઉલ્લેખ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ ટ્વીટ કર્યું છે. તેમને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે,

Top Stories Gujarat Others Trending

PM  મોદી દ્વારા આજે મન કી બાત કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને દેશમાં પર્યટન સ્થળો ના આકર્ષણમાં વધારો કરતા એવા લાઈટ હાઉસનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમને જણાવ્યું હતું કે, પ્રવાસનને બળ આપે તેવા 71 લાઈટ હાઉસ અલગ તારવી કાઢવામાં આવ્યા છે.

તેમને જણાવ્યું હતું કે આવા ખાસ લાઈટ હાઉસમાં મ્યુઝીયમ, ચિલ્ડ્રન પાર્ક, જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. અને સાથે તેમને એક ગુજરાતી હોવાના નાતે ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે આવેલા લાઈટ હાઉસની વિશેષતાઓ પણ જણાવી હતી.

pm મોદીની મન કી બાત માં કરાયેલા લાઈટ હાઉસના ઉલ્લેખ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ ટ્વીટ કર્યું છે. તેમને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે,

આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે, હું તમને એક અજોડ લાઈટ હાઉસ વિશે પણ કહેવા માંગુ છું, આ લાઇટહાઉસ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા નામની જગ્યાએ છે, તમે જાણો છો કે આ લાઇટ હાઉસ કેમ ખાસ છે? “- માનનીય વડા પ્રધાન શ્રી.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામમાં એતીહાસીક દિવા ડાડી આવેલીછે જે અંદાજીત એક હજાર વર્ષ થી વધુ જુની છે તેવુ મનાય છે આ જગ્યા ઉપર પહેલા દરીયા કિનારો હતો અને જહાજોની અવર જવર થતી હતી ત્યારે આ જહાજોને દિશા સુચન અને માર્ગ દર્શન મળે તે હેતુથી આ દાંડી ઉપર લાઇટ કરવામાં આવતી હતી.

લગભગ 800 વર્ષ પહેલા બંદરના કાંઠે કોટ ઉપર દીવાદાંડી બનાવવામાં આવી હતી. જે આજે પણ ઝીંઝુવાડા ખાતે જોવા મળી રહી છે. અહીં જહાજ લંગારવાના કડા આજે પણ મોજુદ છે.

પુર્વાચીન સમયમાં ઝીંઝુવાડા એક ખ્યાતનામ બંદર હતું. અહીં થી દરિયાઈ માર્ગે હાલના પાકિસ્તાન, અરબસ્તાન, અને સિંધ દેશો સાથે વેપાર ચાલતો હતો. અહીં સરસ્વતી નદી વહેતી હતી. ઝીંઝુવાડાના રણમાં આવેલ વછરાજબેટમાં વહેતો મીઠા પાણીનો પ્રવાહ સરસ્વતી નદીનો હોવાનું માનવામાં આવે છે.