National/ અફગાનિસ્તાનમાં તાલિબાન સરકારના ગઠન વચ્ચે CIA અને NSA અજિત ડોભાલ વચ્ચે દિલ્હીમાં બેઠક

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના ગઠન વચ્ચે દિલ્હીમાં CIA ચીફ અને અમેરિકી જાસૂસ વિલિયમ બર્ન્સ વચ્ચે મુલાકાત થઇ હતી. આ બેઠક ત્યારે મળી છે કે, જયારે તાલિબાને સરકાર ચલાવનારા મંત્રીઓના નામની જાહેરાત કરી છે. જેમાં અમેરિકા સાથે સંકળાયેલા આંતકવાદી જૂથના એક નેતાનું નામ વડાપ્રધાન તરીકે તેમની યાદીમાં સમાવવામાં આવ્યું છે. NSA અજિત ડોભાલ અને કેન્દ્રીય જાસૂસ એજન્સી […]

India
williams j burns અફગાનિસ્તાનમાં તાલિબાન સરકારના ગઠન વચ્ચે CIA અને NSA અજિત ડોભાલ વચ્ચે દિલ્હીમાં બેઠક

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના ગઠન વચ્ચે દિલ્હીમાં CIA ચીફ અને અમેરિકી જાસૂસ વિલિયમ બર્ન્સ વચ્ચે મુલાકાત થઇ હતી. આ બેઠક ત્યારે મળી છે કે, જયારે તાલિબાને સરકાર ચલાવનારા મંત્રીઓના નામની જાહેરાત કરી છે. જેમાં અમેરિકા સાથે સંકળાયેલા આંતકવાદી જૂથના એક નેતાનું નામ વડાપ્રધાન તરીકે તેમની યાદીમાં સમાવવામાં આવ્યું છે.

NSA અજિત ડોભાલ અને કેન્દ્રીય જાસૂસ એજન્સી અધ્યક્ષ વચ્ચે જે ચર્ચા થઇ હતી તેની વિસ્તૃત માહિતી મળી શકી નથી પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના ગઠન વચ્ચેની માહિતી મુખ્ય મુદ્દા પર રહેલી હતી.

અમેરિકી CIA વિલિયમ્સ બર્ન્સ ઈચ્છી રહ્યા છે કે, અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકોની વાપસી બાદ ભારત ક્ષેત્રિય સુરક્ષા માટે ઇન્ટેલિજન્સ અંગેની માહિતી આદાનપ્રદાન કરવામાં એક મહત્વની ભૂમિકા અદા કરે.  અમેરિકા ઈચ્છે છે કે, ભારત વોશિંગ્ટન સાથે વધારેમાં વધારે ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ માહિતી આદાનપ્રદાન કરે અને ઘણા અફઘાન નાગરીકોને પોતાના દેશમાં પણ શરણ આપે.

ભારતનો તે દેશમાં સમાવેશ થાય છે કે જેના અનેક દેશવાસીઓ અફઘાનિસ્તાનમાં કામ કરી રહ્યા હતા. ભારતે ત્રણ અઠવાડિયા પહેલા જ કબૂલ દૂતાવાસથી પોતાના કર્મચારીઓ અને નાગરિકોને એરલીફ્ટ કરી ભારત લઇ આવ્યા હતા. જોકે હજુ પણ પાકિસ્તાન અને રશિયાના કર્મચારીઓત્યાંજ રોકાયેલા છે.

બુધવારના રોજ રશિયાના સિક્યુરિટી કાઉન્સિલ જનરલ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલાઈ પત્રરૂશેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે અને વિદેશમંત્રી એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે.  એક ન્યૂઝ પોર્ટલના જણાવ્યા મુજબ, બર્ન્સને આ અંગે જાણકારી પૂછવામાં આવતા તેમણે ઇનકાર કરી દીધો હતો. અમેરિકા અને રશિયાના અધિકારીઓ સાથે સાઉથ બ્લોકમાં બેઠક ત્યારે યોજાઈ રહી છે કે જયારે તાલિબાને મહોમ્મદ હસન અખુંદની આગેવાની હેઠળ વચગાળાની સરકાર અંગેની જાહેરાત કરી દીધી છે. અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનના નાયબ વડાપ્રધાન હશે.