ઇતિહાસ/ ઉત્તરાખંડ : સાડા સાત વર્ષ બાદ ફરી આફતની આંધી, જાણી લો પુરી કહાની…

જોશીમઠ પાસે ગ્લેશીયર પીગળવાથી ૭મીએ ખેલાયેલા પ્રલય તાંડવે જૂન ૨૦૧૩માં કેદારનાથ પાસે ખેલાયેલા પૂરતાંડવની અને ત્યારબાદ ત્યાં થયેલા સત્તાપલ્ટાની વાત યાદ તાજી કરાવી

India Trending Mantavya Vishesh
chamoli 4 ઉત્તરાખંડ : સાડા સાત વર્ષ બાદ ફરી આફતની આંધી, જાણી લો પુરી કહાની...

જોશીમઠ પાસે ગ્લેશીયર પીગળવાથી ૭મીએ ખેલાયેલા પ્રલય તાંડવે જૂન ૨૦૧૩માં કેદારનાથ પાસે ખેલાયેલા પૂરતાંડવની અને ત્યારબાદ ત્યાં થયેલા સત્તાપલ્ટાની વાત યાદ તાજી કરાવી

ઉત્તરાખંડ અને હોનારતને જાણે કે, અમૂક સમય બાદ ભૂતકાળના બનાવોનું પુનરાવર્તન થયું હોય તેવો અનુભવ થયો. ઉત્તરાખંડ એ દેવભૂમિ છે. કેદારનાથ, બદ્રીનાથ અને હરિદ્વાર તેના તીર્થધામો છે. રવિવારે તા. ૭મી ફેબ્રુઆરીએ સવારે ૧૦ વાગે ગ્લેશીયર તૂટ્યો. ૩ લાખથી વધુ વસ્તી અને કુદરતી સાૈંદર્ય ધરાવતા આ વિસ્તારોમાં પહેલા ૧૦ થી ૧૫ હજાર હેકટરનું જંગલ પાણીમાં ગરકાવ થયું. તપોવન ડેમ અને ઋષિ ગંગા પ્રોજેક્ટ જાણે કે ભૂતકાળ બની ગયો.

himmat thhakar ઉત્તરાખંડ : સાડા સાત વર્ષ બાદ ફરી આફતની આંધી, જાણી લો પુરી કહાની...

 

રવિવાર સાંજ સુધીમાં ભલે મૃતદેહો ૧૦ આસપાસ જ મળ્યા છે, પણ ૧૭૦થી વધુ લોકોના મોતની આશંકા છે. આ તીર્થધામ નજીકનો વિસ્તાર છે. હરિદ્વારમાં કુંભમેળા માટે આવેલા યાત્રાળુઓ પૈકીના કેટલા જોશીમઠ ગયા છે તેનો અંદાજ કઢાઈ રહ્યો છે. આખા ભારતના તમામ જિલ્લાઓમાંથી વિગતો મંગાઈ રહી છે. એનડીઆરએફ, એન.ટી.બી.ટી.અને ભારતીય સેના પણ બચાવ અને રાહતકાર્યમાં જોડાઈ ગઈ છે. આ તારાજી મોટી છે. જો કે કહી શકાય કે ઘટના પ્રમાણે જાનહાની સાવ ઓછી છે. તેવું અત્યારે ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી. ઉત્તરાખંડ સરકાર અને કેન્દ્રનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ ખડે પગે છે. જાન ગુમાવનારા સ્થાનિક રહીશો પણ છે અને યાત્રાળુઓ પણ હોઈ શકે છે. તેની તો પૂરતી વિગત બહાર આવ્યા પછી જ ખબર પડી શકે.

મંતવ્ય / નગર નિગમ ચૂંટણીઓમાં અનિવાર્ય મતદાન પ્રાવધાન કેટલું જરૂરી ?

Image result for kedarnath flood

૨૦૧૩ની કેદારનાથ હોનારતમાં મૃત્યુઆંક હતો ૪૪૦૦થી ૫૦૦૦ ની વચ્ચે

આ અંગે જાણકારો ભૂતકાળને યાદ કરે છે. ૨૦૧૩ની સાલમાં ચોમાસામાં સતત વરસાદને કારણે ગ્લેશીયર ઓગળ્યું અને ૧૩મીથી ૧૭મી જુન વચ્ચે મંદાકીની નદીમાં જળસ્તર વધ્યું અને તેના કારણે પ્રચંડ પૂરતાંડવ ખેલાયુ. ૨૦૧૩ની આ હોનારત સમયે માત્ર ઉત્તરાખંડ જ નહિ, પરંતુ હિમાચલ પ્રદેશના અન્ય કેટલાક વિસ્તારો અને પશ્ચિમ નેપાળને પણ અસર થઈ હતી. કારણ કે ઉત્તરાખંડ નેપાળ સાથે પણ સરહદથી જોડાયેલું છે. આઠમી સદીના શીવમંદિરને પણ આ આફતના કારણે ભારે નુકસાન થયું હતું. મૃત્યુઆંક ૪૪૦૦થી ૫૦૦૦ ની વચ્ચે હતો. ૫૦ હજાર લોકો ગૂમ થયા હતા. સેનાએ ૧ લાખથી વધુ લોકોનો બચાવ કર્યો હતો. ૪૨૦૦થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા હતા. હજારો મકાનો પૂરના પાણીમાં તણાઈ ગયા હતા. ૧૧ હજારથી વધુ ભવનોને નુકસાન થયું હતું. ૧૭૨ જેટલા નાના મોટા પુલ પૂરતાંડવમાં ભૂતકાળ બની ગયા હતા અને ૧૦૦ કિલોમીટર લાંબા રસ્તાનો ખાત્મો બોલી ગયો હતો.

Political / ‘નિર્ણયોનું પોટલું પટારામાં’ છતા ઉમેદવારોની પસંદગી અંગે બન્ને પક્ષોમાં કકળાટનો સૂર

Image result for kedarnath flood

ઉત્તરાખંડને ડંખ્યો સાડાસાતી પનોતી પૂર્ણતાનો આરો અને જાતા-જતા આપ્યો છેલ્લો ઘા

આ વાત ભૂલાઈ નથી. દેવભૂમિ કેદારનાથ પાસે ૨૦૧૩માં જે હોનારત થઈ ત્યારે ચોમાસું હતું, જુન માસ હતો જ્યારે આ વખતે જે બનાવ બન્યું તે શિયાળો છે. ચોમાસામાં સતત વરસાદને કારણે ગ્લેશીયર તૂટ્યો હતો અને મંદાકીની નદીમાં પૂરતાંડવ ખેલાયું હતું. તો આ વખતે કેદારનાથથી થોડેક દૂર જોશીમઠ પાસે અને ચમોલી જિલ્લામાં ગ્લેશીયર તૂટવાને કારણે ઋષિ ગંગાપ્રોજેક્ટ તપોવન ડેમ તો ઠીક પણ અલકનંદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ અંગે જાણકારો કહે છે કે સાડા સાત વર્ષ બાદ આવું પ્રલયતાંડવ ખેલાયું છે. ઉત્તરાખંડ હજી ૨૦૧૩ના તાંડવમાંથી માંડમાંડ બેઠું થયું છે ત્યાં આ પ્રકારની હોનારત સર્જીઈ ગઈ છે. કુદરત રૂઠી છે જાણે ઉત્તરાખંડની ૨૦૧૩માં શરૂ થયેલી સાડાસાતી પનોતી પૂર્ણ થવાના આરે હોય ત્યારે આ છેલ્લો ઘા થયો છે.

 

Image result for kedarnath flood

ઉત્તરાખંડનાં પૂર્વેનાં પ્રચંડ પૂરમાં કોંગ્રેસ અને વિજય બહુગુણાની સરકાર તણાઇ ગઇ હતી

ઉત્તરાખંડમાં ૨૦૧૩ની સાલમાં હોનારત સર્જાઈ ત્યારે ભારતના વડાપ્રધાન તરીકે ડો. મનમોહનસિંહ હતા. યુપીએ-૨ની સરકાર હતી. જ્યારે ઉત્તરાખંડમાં વિજય બહુગુણાની આગેવાની હેઠળની કોંગ્રેસની સરકાર હતી. આ વખતે તત્કાલીન વિપક્ષે રાજ્ય સરકાર પગલાં લેવામાં મોડી પડી હોવાનો આક્ષેપ કર્યો હતો. ખુદ તે વખતના સત્તાધારી કોંગ્રેસ પક્ષના અસંતુષ્ઠોએ પણ કુદરતી આપત્તિનો સામનો કરવામાં સહકાર આપવાને બદલે પોતાના પક્ષની સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે વિજય બહુગુણાને કોંગ્રેસના મોવડી મંડળે રાજીનામુ આપવાની ફરજ પાડી હતી. અને તેના સ્થાને હરીશ રાવતને મુખ્યમંત્રી બનાવાયા હતા. વિજય બહુગુણા તે દેશના એક જ જમાનાનાં ખેરખાં રાજકારણી હેમવંતીનંદન બહુગુણાના પુત્ર છે. અત્યારે વિજય બહુગુણા ભાજપમાં છે, જ્યારે વિજય બહુગુણાના બહેન શ્રીમતી રીટા બહુગુણા જોશી તે વખતે ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ હતા અને આ સમયગાળામાં ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવના નેતૃત્વવાળી સમાજવાદી પક્ષની સરકાર હતી. ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએની સરકાર આવી ત્યારે યુ.પી.માં પણ ૮૦માંથી ૭૧ બેઠકો પર અને ઉત્તરાખંડની તમામ બેઠકો પર ભાજપ જીત્યુ હતું. આ ચૂંટણી બાદ વિજય બહુગુણાના બેન શ્રીમતી રીટા બહુગુણા જોશી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને લખનૌ બેઠક પર મુલાયમસિંઘ યાદવના બીજા પુત્રના પત્નીને હરાવી વિધાનસભામાં પહોંચ્યા અને હાલ તે ભાજપની જંગી બહુમતીવાળી યોગી આદિત્યનાથની સરકારમાં મહત્ત્વનો હોદ્દો ભોગવી રહ્યા છે.

Image result for vijay bahugune

આ તો સાડા સાત વર્ષ પહેલાની કુદરતી અને રાજકીય આપત્તિની વાત છે. ઉત્તરાખંડ એ ઉત્તરપ્રદેશમાંથી જ સર્જાયેલું નાનું રાજ્ય છે. તેમાં કેદારનાથ, બદ્રીનાથ જેવા તીર્થસ્થાનો છે. તો હરિદ્વાર જેવું આસ્થાનું પ્રતિક મનાતું સ્થળ પણ છે. કુંભમેળા માટે પણ ઉત્તરાખંડની ખ્યાતિ છે અને નામના પણ છે. આ બધા સંજોગો વચ્ચે આ સાચા અર્થમાં દેવભૂમિ જ કહેવાય છે. ત્યાં આવી હોનારત થાય તે વિચાર માગતી બાબત છે. ૨૦૧૩માં સર્જાયેલી હોનારતની કળ સાડાસાત વર્ષ બાદ માંડ માંડ વળી છે, ત્યાં આ બીજી હોનારત સર્જાઈ છે.

દેશ માંડમાંડ મુશ્કેલીઓમાંંથી બહાર આવવાની કોશિશમાં, ત્યાં…

ભારત કોરોનાકાળની કારમી અસરમાંથી ક્રમશઃ મુક્ત થઈ રહ્યું છે. દેશમાં છેલ્લા માસથી કોરોનાના કેસો સાવ ઘીટ ગયા છે. તેમાંય આ ઉત્તરના રાજ્યોમાં તો વેક્સીનેશન કાર્યક્રમ બાદ કોરોના નાબૂદ થવાની તૈયારીમાં છે. કોરોના સમયે લદાયેલા લોકડાઉનની આર્થિક અસરથી કેદારનાથ સહિતના તીર્થધામો પણ હજી મુક્ત થયા નથી. ઉત્તરાખંડના લોકો પણ હજી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિલ્હીના દરવાજે ચાલી રહેલા ખેડૂત આંદોલનના પગલા ગાઝીપુર સરહદેથી યુપીને આંબી ગયા છે અને બાગપત સહિતના યુપીના જિલ્લાના ખેડૂતો આંદોલનમાં સામેલ થઈ ગયા છે. જો કે ઉત્તરાખંડનો ખેડૂત હજી આંદોલનથી દૂર છે. આમ દેશમાં સ્થિતિ સુધરી રહી છે.

ઉત્તરાખંડમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. તેવે સમયે ઉત્તરાખંડ પર બીજી આફત ઉતરી પડી છે. બીજી આફત આવી પડી છે. દેવભૂમિ ગણાતા આ રાજ્યના લોકોની સત્તાવાળાઓની જાણે કે કુદરત પરીક્ષા લઈ રહી છે. જાે કે આ વખતે ભૂતકાળની આફત કરતાં પરિસ્થિતિ જુદી છે. અત્યારે જે પ્રાથમિક અહેવાલો મળ્યા છે તે પ્રમાણે જરા સરખી પણ ઢીલાશ રખાઈ નથી. આફતના ૧૨ કલાક પૂરા થાય તે પહેલા તો ત્યાં યુદ્ધના ધોરણે બચાવકાર્ય શરૂ થઈ ચૂક્યું છે. આ કાંઈ જેવી તેવી વાત તો નથી જ તે વાત સ્વીકારવી પડે તેમ છે. આશા રાખીએ કે આ આફતની આંધીમાંથી ઉત્તરાખંડ જલ્દીથી બહાર આવી જાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…