કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે શનિવારે સંસદમાં સામાન્ય બજેટ 2020 રજૂ કર્યું, આ બજેટમાં મધ્યમ સહિતનાં દરેક વર્ગ માટે ઘણી વિશેષ ઘોષણા કરવામાં આવી છે, જેની ભાજપ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે, બીજી તરફ વિરોધી પક્ષો તેની ટીકા કરી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળનાં નાણાં પ્રધાન અમિત મિત્રાએ બજેટને લોકો વિરોધી ગણાવ્યું હતું અને કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા પહેલાથી જ આઈસીયુમાં હતી, બજેટ પછી તે વેન્ટિલેટર પર પહોચી ગઇ છે.
આપને જણાવી દઇએ કે, મિત્રાનું નિવેદન એટલા માટે આવ્યું કારણ કે બજેટ પછી શેરબજારમાં નિરાશા જોવા મળી હતી અને સેન્સેક્સ લગભગ 1000 પોઇન્ટ બંધ રહ્યો હતો, ત્યારબાદ મિત્રાએ કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર હવે વેન્ટિલેટર પર પહોચી ગયુ છે, તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.’ મિત્રાએ આરોગ્ય અને શિક્ષણ પરનાં બજેટ ફાળવણીનાં ઘટાડાની પણ આકરી ટીકા કરી હતી.
તો આ જ બજેટ પર કોંગ્રેસનાં નેતા પી.ચિદમ્બરમને 1 થી 10 ની વચ્ચે નંબર આપવા જણાવાયુ હતું, ત્યારે તેમણે કહ્યું કે, આ બજેટ અંગે તેઓ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને 10 માંથી એક અથવા શૂન્ય નંબર આપી શકે છે. તેમણે એમ પણ દાવો કર્યો હતો કે બજેટથી સાબિત થાય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની આશા છોડી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.