Not Set/ અમેરિકાનાં ફ્લોરિડા શહેરમાં ફાયરિંગ, 2 લોકોનાં મોત, 2 ઘાયલ

શનિવારે અમેરિકાનાં ફ્લોરિડા શહેરમાં ગોળીબારનાં સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ શનિવારે આ ફાયરિંગ રિવીરા બીચ નજીકનાં ચર્ચમાં કરવામાં આવી હતી જ્યારે અહીં કોઈનાં અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ શરૂ કર્યુ હતુ. આ ફાયરિંગમાં બે લોકોનાં મોત નીપજ્યા હતા જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 15 વર્ષનો છોકરો […]

Top Stories World
Florida Firing અમેરિકાનાં ફ્લોરિડા શહેરમાં ફાયરિંગ, 2 લોકોનાં મોત, 2 ઘાયલ

શનિવારે અમેરિકાનાં ફ્લોરિડા શહેરમાં ગોળીબારનાં સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ શનિવારે આ ફાયરિંગ રિવીરા બીચ નજીકનાં ચર્ચમાં કરવામાં આવી હતી જ્યારે અહીં કોઈનાં અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ શરૂ કર્યુ હતુ.

આ ફાયરિંગમાં બે લોકોનાં મોત નીપજ્યા હતા જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 15 વર્ષનો છોકરો અને એક વ્યક્તિ શામેલ છે. પોલીસે જણાવ્યું કે, ફાયરિંગ બપોરે 2.30 વાગ્યે વિક્ટોરિયા સિટી ચર્ચમાં થયું હતું. મળતી માહિતી મુજબ 13 રાઉન્ડ ફાયરિંગ કરાયા હતા. પોલીસ આ ફાયરિંગની તપાસ કરી રહી છે, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. આપને જણાવી દઈએ કે, આ પહેલા ફ્લોરિડામાં ફાયરિંગનાં સમાચાર આવ્યા હતા. અચાનક જ અહીં એક વ્યક્તિએ ફાયરિંગ શરૂ કર્યુ હતુ, જેમાં 5 લોકોનાં મોત નીપજ્યાં. હુમલાખોરે પોતાને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

આ ઘટના ટામ્પાથી 129 કિલોમીટર દૂર સેબ્રિંગમાં બની હતી. મહત્વની વાત એ છે કે હુમલાખોરે જાતે પોલીસને ફોન કરીને ફાયરિંગ અંગે માહિતી આપી હતી. સેબ્રિંગ પોલીસનાં વડા, કોર્લ હેગ્લુન્ડે, આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, મગજ વિનાની વ્યક્તિને લીધે આપણે ઘણા જીવ ગુમાવ્યા. હુમલાખોરની ઓળખ 21 વર્ષીય જેફેન ઝેવિયર તરીકે થઈ હતી. તે સ્ટીવન્સ હેનાગર કોલેજનો વિદ્યાર્થી હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.