Not Set/ મોર્નિંગ વોક પર ગયેલા હિન્દુવાદી નેતાની માથા પર ગોળી મારીને કરાઈ હત્યા

લખનઉના હજરતગંજ વિસ્તારમાં રવિવારે હિન્દુવાદી નેતા રણજીત બચ્ચનની ગોળીથી હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણજિત બચ્ચન મોર્નિંગ વોક પર ગયા હતા. ગ્લોબ પાર્ક નજીક બાઇક સવાર બદમાશોએ તેમના પર ગોળી ચલાવી હતી. ગોળી તેમના માથામાં લાગી અને તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના […]

Top Stories
aaaaaaaaaaaaaaaa મોર્નિંગ વોક પર ગયેલા હિન્દુવાદી નેતાની માથા પર ગોળી મારીને કરાઈ હત્યા

લખનઉના હજરતગંજ વિસ્તારમાં રવિવારે હિન્દુવાદી નેતા રણજીત બચ્ચનની ગોળીથી હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણજિત બચ્ચન મોર્નિંગ વોક પર ગયા હતા. ગ્લોબ પાર્ક નજીક બાઇક સવાર બદમાશોએ તેમના પર ગોળી ચલાવી હતી. ગોળી તેમના માથામાં લાગી અને તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે તે તેના ભાઈ સાથે હતા. જેને ગોળી વાગતાં અને તેમના હાથ પર ઈજાઓ પહોંચતા પોલીસે ટ્રોમા સેન્ટરને સારવાર માટે મોકલી આપ્યો હતો.

brother%20of%20ranjeet%20 મોર્નિંગ વોક પર ગયેલા હિન્દુવાદી નેતાની માથા પર ગોળી મારીને કરાઈ હત્યા

હિન્દુવાદી નેતા રણજીત બચ્ચન આશિઆનામાં ઓસીઆર બિલ્ડિંગમાં રહેતા હતા. રણજિત બચ્ચન મૂળ ગોરખપુરના હતા, તેઓ સમાજવાદી પાર્ટીના સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હતા. તેમણે વિશ્વ હિન્દુ મહાસભા નામની એક સંસ્થાની રચના કરી. હઝરતગંજમાં હોટલ ક્લાર્ક અવધ નજીક ગ્લોબ પાર્ક નજીક બાઇક સવાર બદમાશોએ માથામાં ગોળી મળી હતી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળોએ પહોંચ્યા છે. જ્યારે બદમાશોએ ગોળી ચલાવી તો તેમના ભાઇના હાથ પર પણ ગોળી વાગી હતી, જેનાથી તેઓ ઘાયલ થયા હતા. તેને તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં ખસેડવામાં આવ્યા હતા.

murder%20scene મોર્નિંગ વોક પર ગયેલા હિન્દુવાદી નેતાની માથા પર ગોળી મારીને કરાઈ હત્યા

જણાવી દઈએ કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની તેમના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે પહોંચેલી પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

ડીસીપી મધ્ય દિનેશ સિંહે જણાવ્યું હતું કે રણજિત સવારે મોર્નિંગ વોક માટે ગયો હતો અને અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે. સંસ્થા વિશે કોઈ માહિતી નથી. વિશ્વ હિન્દુ મહાસભા નામની એક સંસ્થાની રચના થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.