Not Set/ સરપંચ અને ઉપ-સરપંચે 32.77 લાખની સરકારી ગ્રાન્ટનું કર્યું ગફ્લું

જામનગર, જામનગર તાલુકાનાં રામપર ગામના સરપંચ અને ઉપસરપંચ સામે રૂ. 32 લાખ 77 હજારની સરકારી ગ્રાન્ટની રકમ ઉચાપત કર્યાના ચકચારી પ્રકરણમાં ગુનો નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. રામપર ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને સરકારી ગ્રાન્ટની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખી હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. અગાઉ જિલ્લા પંચાયતમાં આત્મવિલોપન […]

Top Stories
જામનગરના સરપંચ અને ઉપ-સરપંચે 32.77 લાખની સરકારી ગ્રાન્ટનું કર્યું ગફ્લું

જામનગર,

જામનગર તાલુકાનાં રામપર ગામના સરપંચ અને ઉપસરપંચ સામે રૂ. 32 લાખ 77 હજારની સરકારી ગ્રાન્ટની રકમ ઉચાપત કર્યાના ચકચારી પ્રકરણમાં ગુનો નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. રામપર ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને સરકારી ગ્રાન્ટની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખી હોવાની ફરિયાદો કરવામાં આવી હતી.

અગાઉ જિલ્લા પંચાયતમાં આત્મવિલોપન અંગેની બે સભ્યો સહિત ચાર વ્યક્તિઓએ ચીમકી આપી હતી, જેને લઈને જે તે વખતે ડીડીઓએ તપાસ કરીને ફોજદારી રાહે પગલાં ભરવાની ખાતરી આપી હતી, જો કે પગલાં નહીં ભરાતા ફરી એકવાર કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી આપતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગામના સરપંચ નારણભાઇ શિયાર અને તેમના પત્ની ઉપ-સરપંચ હિરીબેન નારણભાઇ શિયાર તથા તપાસમાં નામ ખૂલે, તેમની સામે વિધિવત રીતે ફરિયાદ નોંધાવતા આત્મવિલોપનનો કાર્યક્રમ મોકૂફ રાખવામા આવ્યો હતો.

આઅંગે રામપર ગામે સરકારી અને અર્ધ સરકારી ગ્રાંટો, રોડ, રસ્તા, નાલા, પુલિયા અને ગટર સહિત ના કામોની ગ્રાન્ટ અંગત ઉપયોગ માં લઈને વાપરી નાખતા આ અંગે તાલુકા વિકાસ અધિકારી વિધિવત ગુનો નોંધાવતાં પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ  નો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે ઉચાપત ને લઈને ગ્રામજનો માં ભારે રોષ ની લાગણી પ્રસરી છે. હાલ તપાસ દરમ્યાન તાલુકા પંચાયત ના સભ્યો કે અન્ય લોકો ના નામ ખૂલે તેવી પૂરે પૂરી સંભાવના છે.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક ખાસ ટિમને આ તપાસ સોંપવામાં આવી હતી, જેને લઈને ટેકનિકલ રીતે ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં વર્ષ 2007 થી 2017 ના સમયગાળા દરમિયાન જુદી જુદી સરકારી યોજનાઓની ગ્રાન્ટના રૂ. 32 લાખ 77 હજાર 377 અંગત ફાયદા માટે વાપરી લીધા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તપાસ દરમ્યાન તાલુકા પંચાયતના સભ્યો કે અન્ય લોકોના પણ નામ ખૂલે તેવી પણ સંભાવના છે.