ગુજરાત/ ગોંડલનાં ડૈયા ગામમાંથી દૂધ ચોરીનો વિડીયો થયો વાયરલ : રસ્તામાં જ દૂધમાં થાય છે આવી ભેળસેળ

ગાડીને રોકી દૂધ ચોરી કરી તેમાં પાણીની મિલાવટ કરી દેવામાં આવે છે. જેના પરિણામે ફરીથી રાજકોટ ગોપાલ ડેરીમાં દૂધ ચેક કરવામાં આવે તો ફેટ ઓછા આવે છે.

Top Stories Gujarat Rajkot
ગોંડલ

પશુપાલકો, ગોપાલકો અને ખેડૂતો સારા ફેટવાળા દૂધની આશાએ પશુઓની પાછળ તન તોડ મહેનત કરી રહ્યા હોય છે ત્યારે દૂધના પૂરતા પોષણક્ષમભાવ મંડળી દ્વારા આપવામાં આવતા હોય છે પરંતુ દૂધ ઉત્પાદન કરતા લોકોની તન તોડ મહેનતને બરબાદ કરતો દૂધ ચોરીનો ડૈયા ગામ પાસેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. દૂધ ચોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. સારા ફેટવાળા

ગોંડલ

વધુ વિગત અનુસાર ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે આવેલ દૂધ સહકારી મંડળીનું દૂધ ચોરી થઈ રહ્યાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હોય મંડળીના પ્રમુખ સામતભાઈ બાંભવા દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન ડૈયા ગામ પાસે GJ03AV 8507 નંબરનાં મેટાડોરમાંથી બે શખ્સો દૂધ ચોરી કરી રહ્યા હોય જેનો વિડીયો શુટીંગ કરી રાજકોટ ગોપાલ ડેરીનાં ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાને ફરિયાદ કરવામાં આવી હતી. આ પહેલા પણ અનેકવાર મંડળીના દૂધની ચોરી થઈ હોવાનું ચર્ચાયું છે પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા મંડળીને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

ગોંડલ

આ બાબતે પ્રમુખ સામતભાઈ બાંભવાએ જણાવ્યું હતું કે, મંડળી દ્વારા ધારા ધોરણ મુજબ દૂધના ફેટ નક્કી કરી દૂધ ખરીદવામાં આવતું હોય છે. ઉપરોક્ત ચોર ટોળકી દ્વારા રસ્તામાં ગમે ત્યાં ગાડીને રોકી દૂધ ચોરી કરી તેમાં પાણીની મિલાવટ કરી દેવામાં આવે છે. જેના પરિણામે ફરીથી રાજકોટ ગોપાલ ડેરીમાં દૂધ ચેક કરવામાં આવે તો ફેટ ઓછા આવે છે. જેના પરિણામે મંડળીને નુકસાન જઈ રહ્યું છે. આ અંગે ડેરીના ચેરમેન અને તંત્ર દ્વારા રૂટ સુપરવાઇઝર તેમજ ડ્રાઇવર સહિતનાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી અંતમાં માંગ કરી હતી.

આ પણ વાંચો : જૂનાગઢમાં પાંચ દિવસથી તરૂણ ગાયબ : પોલીસને મળ્યો મૃતદેહ : કારણ અકબંધ