Not Set/ #DelhiResult2020/ વિકાસ અને શિક્ષણ ઉપર કોઈ મત પડ્યા નથી : પ્રવેશ વર્મા

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની મોટી જીત પર ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું છે કે વિકાસ અને શિક્ષણ ઉપર કોઈ મત પડ્યા નથી. વર્માએ કહ્યું, એ વાત સાચી છે કે આમ આદમી પાર્ટીએ મોટો વિજય મેળવ્યો છે, અમે હારનાં કારણોની સમીક્ષા કરીશું પરંતુ જુઓ કે જો શિક્ષણમાં કોઈ મહાન કાર્ય થયું છે, તો પછી […]

Top Stories India
pravesh Verma1 #DelhiResult2020/ વિકાસ અને શિક્ષણ ઉપર કોઈ મત પડ્યા નથી : પ્રવેશ વર્મા

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની મોટી જીત પર ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું છે કે વિકાસ અને શિક્ષણ ઉપર કોઈ મત પડ્યા નથી. વર્માએ કહ્યું, એ વાત સાચી છે કે આમ આદમી પાર્ટીએ મોટો વિજય મેળવ્યો છે, અમે હારનાં કારણોની સમીક્ષા કરીશું પરંતુ જુઓ કે જો શિક્ષણમાં કોઈ મહાન કાર્ય થયું છે, તો પછી ખુદ શિક્ષણ પ્રધાન તેમની બેઠક પર કેમ મુશ્કેલમાં પડી ગયા હતા. મનીષ સિસોદીયાએ પટપડગંજ બેઠક નજીકનાં અંતરથી જીતી હતી. સિસોદિયા શરૂઆતનાં ઘણા વલણોમાં પાછળ હતા પરંતુ બાદમાં તેઓ લગભગ બે હજાર મતોથી જીતી ગયા હતા.

આમ આદમી પાર્ટીએ દિલ્હીની 70 માંથી 62 બેઠકો જીતી લીધી છે. આ સાથે જ ભાજપે આઠ બેઠકો જીતી લીધી છે. ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપનાં નેતાઓ આપ પાર્ટીને અભિનંદન પાઠવી રહ્યા છે તો બીજી તરફ ભાજપનાં સાંસદ પ્રવેશ વર્મા પરિણામોને લઇને સવાલો કરતા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે પરિણામો આવ્યા તે સ્વીકાર્ય છે. હું દિલ્હીવાસીઓનો આદેશ સ્વીકારું છું. અમે છેલ્લા 21 વર્ષથી દિલ્હીમાં સરકાર બનાવી શક્યા નહીં. છેલ્લા 21 વર્ષથી દિલ્હીમાં બિન-ભાજપ પક્ષો સરકારમાં છે. અમને દુઃખ છે કે અમે દિલ્હી સરકારની ખામીઓને દિલ્હીની જનતા સમક્ષ મૂકી શક્યા નહીં. અમે વધુ મહેનત કરીશું અને સંઘર્ષ કરીશું. આગામી વર્ષોમાં, દિલ્હી સરકારની ખામીઓ, અમે તેને વધુ સારી રીતે દિલ્હીની જનતા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશું.

પ્રવેશ વર્માએ કહ્યું કે, દિલ્હીવાસીઓની ખોટી જાહેરાતો અને ફ્રી નાં પ્રવાહમાં વહી ગયા છે. હું સમજું છું કે ત્રણ મહિનાથી વીજળી-પાણીનું બિલ મફત આવતું હતું. અમારી મહિલાઓ મફતમાં બસોમાં મુસાફરી કરી રહી હતી. જે બનતું હતું તે ફક્ત ત્રણ મહિનાથી થતું હતું. હું દિલ્હીની જનતા અને તેમના આદેશને અભિનંદન પાઠવુ છું. અમારા કાર્યકરો વધુ મહેનત કરશે, તેઓએ આ ચૂંટણીમાં પણ ખૂબ મહેનત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.