Not Set/ પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને અને ઉદ્યોગો માટે પાણી આપવામાં આવશે : કૃષિમંત્રી આર.સી. ફળદુ

રાજ્ય સરકારનું પ્રથમ કર્તવ્ય જનતાને પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થા જાળવી રાખવી. પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને અને ઉદ્યોગો માટે પાણી આપવામાં આવશે.

Top Stories Gujarat
faladu પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને અને ઉદ્યોગો માટે પાણી આપવામાં આવશે : કૃષિમંત્રી આર.સી. ફળદુ

સૌરાષ્ટ્રની જીવાદોરી એટલે રાજકોટના જળાશયો અને ડેમ કે જેના પર સમગ્ર સૌરાષ્ટ્રની જનતા નિર્ભર રહેતી હોય છે. ત્યારે એ નર્મદા આધારિત સૌની યોજના માટે કૃષિમંત્રી આર.સી.ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે.નર્મદા આધારિત સૌની યોજનાથી પીવાનું પાણી આપવામાં આવે છે તેની પણ વ્યવસ્થા ચાલુ છે. રાજ્ય સરકારનું પ્રથમ કર્તવ્ય જનતાને પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થા જાળવી રાખવી. પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને અને ઉદ્યોગો માટે પાણી આપવામાં આવશે.

Food Department / જનમાષ્ટમી તહેવારને અનુલક્ષીને બહોળા પ્રમાણમાં વાસી અને અખાદ્ય ફરસાણનો સ્થળ પર નાશ

તમામ રિઝયનમાં ખેતીવાડી માટે પાણી છોડવાનો નિર્ણય

કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, 15 દિવસથી જળ સંપત્તિ યોજનાઓમાં પીવાનું પાણી રિઝર્વ રાખી તમામ રિઝયનમાં ખેતીવાડી માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. રાજકોટથી પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અને ખેતીવાડી માટે જળ સંપત્તિની યોજનામાં જે પાણી રિઝર્વ રાખવાનું હોય છે. તેને લઇને ફાઇલ રાજ્ય સરકારે મુવ કરી છે.

Afaghanistan / અરે અજાણતા અમેરિકાએ આ શું કરી નાખ્યું???

વરસાદ માટે સંપૂર્ણ આશાવાદી

વધુમાં જણાવ્યું હતું કે અમે વરસાદ માટે સંપૂર્ણ આશાવાદી છીએ. ખરીફ સિઝન રામ મોલ કહેવાય છે અને રામ મોલમાં દર વર્ષે વરસાદનું પ્રમાણ જળવાયેલું જ રહેતું હોય છે. આ વર્ષે પણ ભગવાન આપણને વરસાદ આપશે. મોરબીમાં કેનાલમાંથી કારખાનેદારો પાણી ચોરી કરે છે, જેને લઇને થયેલા આંદોલન મુદ્દે આર.સી. ફળદું બોલવાનું ટાળ્યું હતું.

કોરોના અપડેટ / દેશમાં ફરી કોરોનાએ ઉચક્યું માથું, 24 કલાકમાં 46,759 નવા કેસ, 500 થી વધુ લોકોના મોત

પીવાના પાણી માટે ખાસ બેઠક

રાજ્યમાં વરસાદ ખેંચાતા જળસંકટના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પીવાના પાણીનો પ્રશ્ન વર્ષોથી છે. વરસાદ ખેંચાતા રાજકોટ જિલ્લાના જળાશયોમાં માત્ર નવેમ્બર મહિના સુધી ચાલે તેટલો જ જળજથ્થો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, પીવાના પાણી માટે ખાસ બેઠક કરી સરકારને રિપોર્ટ કરવામાં આવશે.

majboor str 15 પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને અને ઉદ્યોગો માટે પાણી આપવામાં આવશે : કૃષિમંત્રી આર.સી. ફળદુ