Delhi Girl Rape/ દિલ્હીના મેટ્રો સ્ટેશન પર યુવતી બેભાન થઈ ઢળી પડી, ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલ યુવકે દોસ્તીની આડમાં કર્યો બળાત્કાર

દિલ્હીના મેટ્રો સ્ટેશન પર એક યુવતી અચાનક બેભાન થઈ ઢળી પડી. યુવતીના બેભાન થવાથી સ્ટેશન પર ફરજ બજાવતા CISF જવાનને ઘટનાની જાણ થતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા.

Top Stories India
YouTube Thumbnail 2024 02 29T094602.984 દિલ્હીના મેટ્રો સ્ટેશન પર યુવતી બેભાન થઈ ઢળી પડી, ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલ યુવકે દોસ્તીની આડમાં કર્યો બળાત્કાર

દિલ્હીના મેટ્રો સ્ટેશન પર એક યુવતી અચાનક બેભાન થઈ ઢળી પડી. યુવતીના બેભાન થવાથી સ્ટેશન પર ફરજ બજાવતા CISF જવાનને ઘટનાની જાણ થઈ. બેભાન થયેલ યુવતીના શરીરમાંથી લોહી નીકળતું હતું. આ જોતાં યુવતી સાથે કંઈ અઘટિત ઘટના બનવાની આશંકાએ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલના ડોક્ટરે યુવતીની પ્રાથમિક તપાસ કરતા દુષ્કર્મ થયાની પરિવાર અને પોલીસને માહિતી આપી. પોલીસે યુવતી પાસેથી સમગ્ર હકીકત જાણ્યા બાદ યુવતીનો મિત્ર બનેલ યુવકની ધરપકડ કરી.

ઇન્સ્ટાગ્રામ મિત્રે કર્યો બળાત્કાર

પ્રાપ્ત વિગત મુજબ સાગરપુર વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા એક સગીરે મંગળવારે 12મા ધોરણની વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો હતો. 17 વર્ષીય પીડિતા સરકારી શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને તેના પરિવાર સાથે IGI એરપોર્ટ નજીક રહે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં પીડિતાની એક સગીર સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી. સગીર યુવાન દિલ્હી કેન્ટના સદર બજાર સ્થિત સરકારી શાળામાં ધોરણ 12નો વિદ્યાર્થી છે. બંને ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરતા હતા. તે જનકપુરીના કોચિંગ સેન્ટરમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવા જાય છે.

મેસેજ કરી યુવતીને બોલાવી

મંગળવારે, સગીરને ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ મોકલ્યો અને તેને મળવાનું આમંત્રણ આપ્યું. તે ટ્યુશન માટે એક વાગ્યે ઘરેથી નીકળી હતી અને ટ્યુશન પછી લગભગ ત્રણ વાગ્યે તે સાગરપુરમાં કાલી માતાના મંદિર પાસે પહોંચી હતી. સગીર પહેલેથી જ અહીં રાહ જોઈ રહ્યો હતો. તે પીડિતાને ઈ-રિક્ષામાં અંદરની ગલીમાં તેના મિત્રના ફ્લેટમાં લઈ ગયો. અહીં વિદ્યાર્થિનીને નશીલા દ્રવ્યો ભેળવીને ચણા ખવડાવવામાં આવ્યા, જેના પછી તે બેભાન થઈ ગઈ. આ પછી આરોપીએ વિદ્યાર્થિની સાથે બળાત્કાર કર્યો, જેના કારણે તે ઘાયલ થઈ ગઈ. સગીર યુવતીએ કોઈક રીતે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને ઈ-રિક્ષા દ્વારા ડાબરી મેટ્રો સ્ટેશન પહોંચી. આ દરમિયાન તેને લોહી વહેવા લાગ્યું અને તે બાથરૂમમાં ગઈ, પરંતુ લોહી વહેવાને કારણે તે બેભાન થઈ ગઈ. સ્ટેશન પર યુવતી બેભાન થવાની ઘટનાની માહિતી મળતાં જ CISFની મહિલા કર્મચારીઓએ તેને ઘેરી લીધી હતી. અને બાદમાં મહિલા કર્મચારીો સારવાર માટે યુવતીને હોસ્પિટલ લઈ ગયા.

પોલીસે આરોપીની ધરપકડ કરી

આ બનાવ દરમિયાન વિદ્યાર્થીના ફોન પર પરિવારના સભ્યોના ફોન આવતા હતા. ત્યારબાદ CISFના જવાનોએ પરિવારના સભ્યોને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી અને પહેલા વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો. તપાસમાં જાણવા મળ્યું કે બળાત્કારને કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી. આ પછી વિદ્યાર્થીને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બુધવારે સવારે ઓપરેશન બાદ પીડિતાની સ્થિતિ સ્થિર છે, પરંતુ ડોક્ટર્સ સતત તેના પર નજર રાખી રહ્યા છે. પરિવારજનોની સૂચના પર પોલીસે બળાત્કાર અને પોક્સો વગેરે કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. તેમજ આરોપી સગીરને બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા