Not Set/ દેશમાં ફરી કોરોનાએ ઉચક્યું માથું, 24 કલાકમાં 46,759 નવા કેસ, 500 થી વધુ લોકોના મોત

હાલ કોરોના પ્રત્યે બેદરકાર રહેવું એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં, દેશભરમાંથી લગભગ 47 હજાર નવા કોરોના દર્દીઓ નોંધાયા છે…

Top Stories India

હાલ કોરોના પ્રત્યે બેદરકાર રહેવું એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં, દેશભરમાંથી લગભગ 47 હજાર નવા કોરોના દર્દીઓ નોંધાયા છે, જ્યારે આ ચેપને કારણે પાંચસોથી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 46 હજાર 759 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 31 હજાર 374 દર્દીઓ આ રોગમાંથી સાજા થઈ શક્યા છે. આ સમયગાળામાં, કોરોના ચેપને કારણે 509 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો :પાક – તાલિબાનની જોડી ભારત માટે ખતરાની ઘંટી સમાન

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ ડેટા બાદ દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 26 લાખ 49 હજાર 947 થઈ ગયા છે. આ કેસમાંથી 3 કરોડ 18 લાખ 52 હજાર 802 લોકો કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે જ્યારે આ રોગને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 37 હજાર 370 લોકોનાં મોત નીપજ્યાં છે.

હાલમાં, દેશમાં કોરોના ચેપના સક્રિય કેસની સંખ્યા 3 લાખ 59 હજાર 775 છે. જો આપણે રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 1 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા, જેની સાથે અત્યાર સુધી સંચાલિત કોરોના રસીઓની સંખ્યા વધીને 62 કરોડ 29 લાખ 89 હજાર 134 થઈ ગઈ છે.

આ પણ વાંચો :PM મોદીએ ઇટાલીના PM સાથે ફોન પર કરી વાત, અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે થઇ ચર્ચા

કોરોનાથી કેરળમાં હાહાકાર

કેરળમાં શુક્રવારે કોવિડ 19ના 32,801 નવા કેસો આવવાથી કોરોના વાયરસ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 39.45 લાખ થઈ ગઈ છે. જ્યારે 179 વધુ દર્દીઓના મોત બાદ મૃત્યુઆંક 20,313 પર પહોંચી ગયો છે. કેરળમાં સતત ત્રીજા દિવસે ચેપના નવા કેસોની સંખ્યા 30 હજારને વટાવી ગઈ છે. ગુરુવારે, કેરળમાં 30,007 નવા કેસ નોંધાયા હતા જ્યારે 25 ઓગસ્ટના રોજ કોરોના વાયરસ ચેપના 31,445 નવા કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં નોંધાયા આટલા

રાજ્યમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 13 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10081 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,50,37,451 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5,13,874 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

આ પણ વાંચો : કવિ કુમાર વિશ્વાસ સહિત બે લોકો સામે વોરંટ જારી કરવામાં આવ્યો,જાણો ક્યાં મામલે…

આ પણ વાંચો : રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં એક કરોડથી વધુ ડોઝ આપીને રચ્યો ઇતિહાસ

આ પણ વાંચો :પંજાબમાં કોંગ્રેસ આગામી 20 વર્ષ સુધી રાજ કરશે પરતું આ વાતનો સ્વીકાર કરવો પડે….