ખુલાસો/ મહુધાના ભુમસ ગામમાં કિડની કૌભાંડ મામલે પોલીસે કર્યો મોટો ખુલાસો,ફરિયાદી જ આરોપી નીકળતા ખળભળાટ

ફરિયાદીએ નડિયાદ પોલીસને અરજી કરી હતી જેને લઇને પોલીસ હરકતમાં આવી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે

Top Stories Gujarat
4 21 1 મહુધાના ભુમસ ગામમાં કિડની કૌભાંડ મામલે પોલીસે કર્યો મોટો ખુલાસો,ફરિયાદી જ આરોપી નીકળતા ખળભળાટ

મહુધા તાલુકામાં વ્યાજખોરે પૈસા નહીં ચુકવતા દસ જેટલા લોકોની કિડની કાઢાવી લીધા હોવાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વ્યાજખોરો સમયસર વ્યાજ નહીં ભરનાર દેણદારોને દિલ્હી લઇ જઇ કિડની કઢાવી લેતો હતો. આ મામલે ફરિયાદીએ નડિયાદ પોલીસને અરજી કરી હતી જેને લઇને પોલીસ હરકતમાં આવી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. ફરિયાદી જ આરોપી નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસને ગરેમાર્ગે દોરીને ખોટી રજૂઆત કરી હતી. આ મામલે પોલીસે સઘન તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કિડની કૌભાડ મામલે જિલ્લા પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો કર્યો હતો.ફરિયાદી ગોપાલ નામના યુવકે ભુમસ અને આસપાસના ગામમાં વ્યાજખોરો દ્વારા કિડની વેચવામાં આવતી હોવાના આરોપો લગાવ્યાં હતા. આ મામલે તેણે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે કિડની કૌભાંડમાં વ્યાજખોરોએ  ભુમસ ગામમાંથી જ 10થી વધુ લોકોની કિડની કાઢી વેંચી દીધી છે. ગોપાલે આ મામલે જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા ગોપાલ પોતે આરોપી નીકળ્યો છે.  આ મામલે ખેડા જિલ્લા પોલીસવડા રાજેશ ગઢીયાએ પત્રકાર પરિષદ કરી માહિતી આપી હતી.

નોંધનીય છે કે મહુધા તાલુકાના ભુમસ ગામના દસ લોકોની કિડની વ્યાજખોરે કઢાવી લીધી છે. આરોપી વ્યાજખોર ભુમાસ અને આસપાસના ગામમાં ધીરાણનો ધિકતો ધંધો ચલાવી રહ્યો હતો. વ્યાજના ચક્રવ્યુમાં ફસાયેલા લોકો વ્યાજ ભરી ન શકે તો તેમને દિલ્હી લઇ જઇ તેમની કિડની કઢાવી લેતો હતો. તેના બદલમાં કિડની આપનાર ને 2. થી 2.50 લાખ અપાતો હતો.આ કિડની રેકેટમાં ફરિયાદીએ અશોક પરમાર નામના શખ્સ સામે નડિયાદ પોલીસમાં નામ જોગ ફરિયાદ દાખલ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર ભુમાસ અને આસપાસના ગામોમાં આ રેકેટ ચાલતું હતું. આ સમગ્ર મામલે ભોગ બનનારનો એક વીડિયો પણ સામે આવ્યો છે.