Not Set/ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાને બદલે આવું ઉમદા કામ કરે છે આ ગામના લોકો

ફત્તેપુરા, ઉત્તરાયણમાં ભલે લાખો લોકો પતંગ ચડાવવાનો આનંદ માણતા હોય પરંતું રાજ્યાં એક ગામ એવું છે જ્યાં પતંગ મકરસક્રાંતિના દિવસે પતંગ ચગાવવામાં નથી આવતા.ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં છેલ્લા 20 વર્ષ થી પતંગ ચડાવવામાં નથી આવતી.આ ગામમાં લોકો દાન પુણ્ય કરીને લોકો ઉત્તરાયણ ઉજવે છે. ફતેપુરા ગામ માં વર્ષો પહેલા કોઈ ઘટના બની હતી જેને લઈને […]

Top Stories Gujarat
mok ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાને બદલે આવું ઉમદા કામ કરે છે આ ગામના લોકો

ફત્તેપુરા,

ઉત્તરાયણમાં ભલે લાખો લોકો પતંગ ચડાવવાનો આનંદ માણતા હોય પરંતું રાજ્યાં એક ગામ એવું છે જ્યાં પતંગ મકરસક્રાંતિના દિવસે પતંગ ચગાવવામાં નથી આવતા.ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં છેલ્લા 20 વર્ષ થી પતંગ ચડાવવામાં નથી આવતી.આ ગામમાં લોકો દાન પુણ્ય કરીને લોકો ઉત્તરાયણ ઉજવે છે.

ફતેપુરા ગામ માં વર્ષો પહેલા કોઈ ઘટના બની હતી જેને લઈને ઉત્તરાયણ પર પતંગ ન ચડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો .

ગુજરાત ના દરેક શહેર અને ગામમાં ઉત્તરાયણ ની ઉજવણી કરવામાં આવી રહી છે લોકો આ તહેવાર ની ભારે આતુરતાથી રાહ જોતા હોય છે પંતગ રસિયાઓએ સવારથી ધાબા પર ચડી ને પંતગ ચડાવતા નજરે પડે છે પણ ધાનેરા તાલુકા ના ફતેપુરા ગામ માં 20 વર્ષ થી પતંગ ચડાવવામાં નથી આવતી  લોકો પુણ્ય અને અન્ય કાર્ય કરીને આ તહેવાર ની ઉજવણી કરતા નજરે પડે છે.

ફત્તેપુરા ગામના યુવાનો પણ પતંગ ચડાવવાને બદલે આખો દિવસ ક્રિકેટ રમીને ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળે છે.વર્ષો પહેલા આગેવાનોએ ભેગા મળીને આ લીધેલી નિર્ણયનો આજે પણ આ યુવાનો પાલન કરતા જોવા મળી રહ્યા છે.

ઉત્તરાયણના દિવસે ગામના યુવાનો અને વડીલો આ દિવસે ગાય અને પક્ષીઓ માટે ફાળો ઉઘરાવીને દાન પુણ્ય કરે છે દાન માં આવેલ રકમમાંથી ગાય માટે ઘાસચારો અને પક્ષીઓ માટે ચણ લાવી ને પુણ્ય કમાય છે દાન પુણ્ય બાબતે આ સમગ્ર ગામની એકતા જોવા મળી રહી છે