Not Set/ દિલ્હી/ ઇન્ડિયા ગેટ પહોંચેલ પ્રિયંકા ગાંંધીએ સાધ્યું સરકાર પર આવું નિશાન

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી સુધારેલા નાગરિકત્વ કાયદા અને સૂચિત રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન વિરુદ્ધ અહીં ઇન્ડિયા ગેટ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને સરકાર પર ગરીબ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે નાગરિકત્વ કાયદો અને એનઆરસી ગરીબોની વિરુદ્ધ છે. આ ગરીબોને સૌથી વધુ અસર કરશે. તેમણે કહ્યું હતું કે […]

Top Stories India
priyanka દિલ્હી/ ઇન્ડિયા ગેટ પહોંચેલ પ્રિયંકા ગાંંધીએ સાધ્યું સરકાર પર આવું નિશાન

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી સુધારેલા નાગરિકત્વ કાયદા અને સૂચિત રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન વિરુદ્ધ અહીં ઇન્ડિયા ગેટ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને સરકાર પર ગરીબ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે નાગરિકત્વ કાયદો અને એનઆરસી ગરીબોની વિરુદ્ધ છે. આ ગરીબોને સૌથી વધુ અસર કરશે.

તેમણે કહ્યું હતું કે સરકાર ઇચ્છે છે કે દરેક વ્યક્તિ પોતાની નાગરિકતા સાબિત કરે તે જ રીતે તેઓએ નોટબંધી પછી લાઈનમાં ઉભા રહ્યા. નવા નાગરિકત્વ કાયદા અને સૂચિત રાષ્ટ્રવ્યાપી એનઆરસી સામે અસંતોષ વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં ઇન્ડિયા ગેટ પર પહોંચ્યા હતા.

‘આઝાદી,’  એનઆરસી નહીં, ‘સીએએએ નહીં’ ના નારાઓ દ્વારા વિરોધ કરી વિરોધીઓએ માંગ કરી કે નવો કાયદો પાછો ખેંચી લેવામાં આવે. રાષ્ટ્રીય રાજધાનીમાં સુધારેલા નાગરિકત્વ કાયદા વિરુદ્ધ અનેક દેખાવો ચોલી રહ્યા છે. તો ઘણી જગ્યા પર હિંસક દેખાવોનાં પણ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.