વડોદરા,
કોંગ્રેસમાં એકબાજુ આંતરિક જૂથવાદની વાત સામે આવી. તો બીજી બાજુ વડોદરા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા નરેન્દ્ર રાવતે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને પોતાનો બળાપો ઠાલવ્યો.
ઉપરાંત વડોદરા કોંગ્રેસમાં ટીકીટનાં મુદ્દે ભડકાની પરીસ્થિતિ સર્જાઇ હતી. પાર્ટીએ પ્રશાંત પટેલને ટીકીટ આપતાં નરેન્દ્ર રાવત નારાજ થયા છે. ટીકીટનાં અસંતોષને લઇને કોંગ્રેસમાં બળવાનાં એંધાણ દેખાઇ રહ્યા છે.
નારાજ નરેન્દ્ર રાવતની પાર્ટી મોવડીમંડળને રજુઆત કરી છે. વડોદરા બેઠક પર નરેન્દ્ર રાવત મજબુત દાવેદાર હતા. કોંગ્રેસની ટીકીટ પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતાં રાવત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રજુઆત કરશે.