ગુજરાતનું ગૌરવ એવોર્ડ/ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

મંતવ્ય ન્યુઝ દ્વારા પર્યાવરણની જાળવણી માટે વિવિધ સહયોગીઓની મદદથી 75લાખ વૃક્ષોની વાવણી અને જળવણીનો સંકલ્પ કર્યો છે.

Ahmedabad Gujarat Mantavya Exclusive
3M0A3070 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

મંતવ્ય ન્યૂઝ’ સમાચાર ક્ષેત્રમા જેમ હંમેશા અગ્રેસર રહે તેમ સમાજસેવા અને સમાજ શ્રેષ્ઠીઓના સન્માન કરવામાં પણ અવ્વલ જ રહે છે. ગુજરાત અને ગુજરાતીઓની પ્રતિભા જ્યારે દેશવિદેશમાં પ્રસિદ્ધ બની છે ત્યારે ઘરઆંગણે આવા મહાનુભવોનું સન્માન ‘મંતવ્ય ન્યૂઝ’ દ્વારા કરવામાં આવ્યું હતું. અમારા માટે પણ ગુજરાતના શ્રેષ્ઠીઓનું સન્માન ગર્વ અને ગૌરવની વાત છે. આ સન્માન સમારંભમાં મુખ્ય અતિથી તરીકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પધારીને કાર્યક્રમની શોભા વધારી. આ પ્રસંગે મંતવ્ય ન્યુઝના ડાયરેક્ટર શ્રી જિગ્નેશભાઈ પટેલ,  ડાયરેક્ટર  શ્રી રાકેશભાઈ પટેલ, GTPL ના ડાયરેક્ટર શ્રી કનકસિંહ રાણા, જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર શ્રી ડો. સુરેશભાઇ પટેલ અને એડિટર ઇન ચીફ શ્રી- લોકેશ કુમાર, એસોસિએટ એડિટર શ્રી પ્રફુલ્લભાઈ ત્રિવેદી  સહીત મંતવ્ય ન્યૂઝ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

DSC 9217 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલેકે, સ્વરાજથી લઈને સુરાજની સ્થાપના સુધી ગુજરાતનું અનન્ય યોગદાન છે. સ્વરાજ લાવનાર ગુજરાતીઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી  (Mahatma Gandhi) અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) હતા. અને દેશમાં વિકાસની રાજનીતિ થકી સુરાજ લાવનાર શ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમિત શાહ (Amit shah) છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું.

જણાવીએ કે, મંતવ્ય ન્યુઝ દ્વારા પર્યાવરણની જાળવણી માટે વિવિધ સહયોગીઓની મદદથી 75લાખ વૃક્ષોની વાવણી અને જળવણીનો સંકલ્પ કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પર્યાવરણ, શિક્ષણ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર અગ્રણીઓનું એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું મહાનુભાવોનું સન્માન 

નીલેશ રાજગોર

આબોહવામાં પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ સામે પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન હેતુ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રમુખ નીલેશ રાજગોર(પાટણ) ધ્વારા 100 થી વધુ ગ્લોબલ વોર્મિંગ (Global Warming) ના સેમીનારથી પર્યાવરણ જાગૃતિ અભિયાન જયારે 150 થી વધુ ઓક્સીજન પાર્કનું નિર્માણ અને 3 લાખથી વધુ પીપડા અને 4 લાખથી વધુ દેશીકુળના વૃક્ષો વાવ્યા છે. તેઓએ 2.50 લાખથી વધુ લોકોને ગ્રીન કમાન્ડોના સંકલ્પ લેવડાવ્યા છે અને 25000 સ્વયંસેવકોની મજબૂત ટીમ સાથે સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ કરે છે.

IMG 1627 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

વેણુગોપાલ ગુંટુ

શિપિંગ અને લોજિસ્ટિકલ સોલ્યુશનમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા વિવિધ કાર્ગો, આયાતકારો (Importer) અને નિકાસકારોને (Exporter) હેન્ડલ કરવામાં આશાપુરા શિપિંગ ગ્રૂપ નિષ્ણાત છે. જેના વડા વેણુગોપાલ ગુંટુએ સ્ટીવડોરિંગ, ટ્રાન્સપોર્ટેશન, CHA કસ્ટમ્સ ક્લિયરન્સમાં વૈવિધ્યીકરણ કર્યું છે અને વ્યક્તિગત અભિગમ અને શક્તિશાળી કાર્ગો સંચાલન માટે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ આપવાનું સુનિશ્ચિત કરે છે. આશાપુરા શિપિંગ ગ્રુપે ઘણા રેકોર્ડ અને સીમાચિહ્નો હાંસલ કર્યા છે.

IMG 1630 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

નિર્લિપ્ત રાય

આજે આપણે એક એવા જાબાજ ઓફિસરને બોલાવવા જઈ રહ્યા છીએ કે જેમનો આકરો શ્વભાવ અને કામકરવાની અગલ ઢબ તેમની ખાસ ઓળખ છે.સ્વચ્છ છબી ધરાવતા નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ગુજરાતના IPS લોબીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. કાયદો કોને કહેવાય અને કાયદા પ્રમાણે કેવી રીતે ફરજ બજાવાય તેવા અમરેલીમાં અનેક દાખલા છે. એ ઓફિસર કે જેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને ગોલ્ડ મેડલિસ્ટ બન્યા.સાથે જ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી.2009ની બેચમાં IRS  જે બાદ 2010ની બેચમાં IPS બન્યા. અમદાવાદ શહેર ACP ક્રાઈમ બ્રાન્ચ તરીકે ફરજ બજાવી જે બાદ બઢતી મળતા અમદાવાદ ઝોન 7માં DCP અને અમદાવાદ,સુરત,અમરેલીમાં SP તરીકે ફરજ બજાવી.હાલમાં જે સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોતાની ફરજ અદા કરી રહ્યા છે.

IMG 1634 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

ભીષ્મ રામાણી

ભીષ્મ રામાણીની વાત કરીએતો જેમને તેમની કારકિર્દીની શરૂઆત કાપડના વ્યવસાયથી કરી હતી. ત્યારબાદ 1983માં બાંધકામ શ્રેત્રે અમદાવાદમાં રેવડી બજારમાં કર્ણાવતી ટેક્સટાઈલ માર્કેટ 1 થી શરુ કરીને 25 નાના-મોટા કોમર્શિયલ શોપિંગ સેન્ટરો બનાવ્યા જેમાં લગભગ 2500 દુકાનો જે તમામ ટેક્સટાઇલ માર્કેટ્સ ઓફ ઇન્ડિયા રેડીમેડ હબ બન્યું અને આજ સુધીમાં કુલ 1000 વૈભવી હાઈ એન્ડ એપાર્ટમેન્ટ્સ બનાવ્યા છે.

IMG 1641 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

મોના ખંધાર

રાજ્યના મહિલા IAS અધિકારી મોના ખંધાર (Mona Khandhar)જે,  ગુજરાત સરકારના આર્થિક બાબતોના અગ્ર સચિવ, નાણા વિભાગ અને G20ના  નોડલ અધિકારી છે અને રાજ્યમાં G20નું સુંદર અને સફળ આયોજન કરવા હેતુ રાજ્ય સરકારના સન્માનમાં વધારો કર્યો છે.

IMG 1648 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

અજિત શાહ

1982માં અજિત શાહે 22 વર્ષની ઉંમરે વાપીમાં નાનો વ્યવસાય શરૂ કરી. 2012માં તેણે કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં કામ શરૂ કર્યું હતું. ગુજરાતમાં ફરીથી પેકેજિંગ ઉદ્યોગમાં ઝળહળતું અને અનુકરણીય એક્સપોઝર કર્યું છે. બિઝનેસ એન્ટરપ્રાઈઝની વિવિધ મેનેજમેન્ટ શાખાઓમાં લગભગ 40 વર્ષ સુધી બહુપક્ષીય એક્સપોઝર ધરાવતા પીઢ ઉદ્યોગસાહસિક છે. તેમણે જમીન અને એસ્ટેટ ડેવલપમેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાતની માળખાકીય તકોને સાકાર કરવામાં સકારાત્મક ભૂમિકા ભજવી છેહાલમાં તેઓ વાઈબ્રન્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક લિ.ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે અને સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) ના પ્રમુખ સાથે અન્ય સંસ્થામાં હોદ્દેદાર પણ છે.

IMG 1651 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

અશ્વિની કુમાર

“માત્ર 90 દિવસના ટૂંકાગાળામાં નેશનલ ગેમ્સ (National Games) નું સફળતાપૂર્વક આયોજન કરીને ગુજરાતે પોતાની અપ્રતિમ ક્ષમતા સાબિત કરી છે અને નવો ઈતિહાસ રચ્યો છે એટલે જ ગુજરાતની માટીમાં કઈંક તો છે જેનો પરચો દુનિયાભરને અવારનવાર થતો રહે છે. ગુજરાતનું આ સફળ આયોજન ભારત હવે ઓલિમ્પિક ગેમ્સનું પણ આયોજન કરવા સક્ષમ હોવાની સાબિતી પૂરી પાડે છે”. દેશના વિવિધ સ્થાનેથી આવેલા અતિથિ અને રમતવીરોએ પોતનો મત વ્યક્ત કરતાં જણાવ્યું કે, ગુજરાતની ધરા પર અતિથિ દેવો ભવની ભાવના સાર્થક થતી જોવા મળી છે.

IMG 1657 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

ડૉ. વિનીત મિશ્રા

અમદાવાદ સ્થિત ભારતની સૌથી મોટી ટ્રાન્સપ્લાન્ટેશન ઇન્સ્ટિટ્યૂટનું ગૌરવ ધરાવતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ના ડાયરેક્ટર પદ્મ શ્રી ડો. એચ. એલ. ત્રિવેદીના અનુગામી અને IVFના પાયોનીયર તરીકે જાણીતા ડૉ. વિનીત મિશ્રા જેમણે કોવીડ19 બાદ અંગદાન કરવા ચળવળ ચલાવી. આજે સમગ્ર વિશ્વમાં ટ્રાન્સપ્લાન્ટેશનના મામલે ભારત અગ્રણી બન્યું છે!

IMG 1659 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

અવંતિકા સિંઘ ઔલખ 

IMG 1664 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

ઓમ પ્રકાશ જાટ

માટી સાથે જોડાયેલા પરિવારમાં જેમનો ઉછેર થયો.પિતાશ્રીની ખેતરમાં અથાક મહેનત જે કહી શકાય ચોક્કસ આ જવાનનો પ્રેરણા સ્ત્રોત હશે.રંગીલા રાજસ્થાનની ગલીઓમાં જે મોટા થયા અને BITS પિલાનીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું.2012થી 2015 સુધી IES,2015 થી 2016 ભારતીય વન સેવામાં ફરજ આપી,વધુ IRSમાં 2016 થી 2018 સુધી ફરજ બજાવી.કામગીરીની વાતો કરવા બેસીએ તો દિવસ ટુંકો પડશે.એ કોરોનાની મહામારી હોય કે તોકતે વાવાઝોડુ. અડગ મને સતત મદદની ભાવનાથી કાર્યશીલ રહેતા આવ્યા.યુવાધન ક્યાંક ગેરમાર્ગે દોરતા દુષણોને પણ ડામવામાં સર સતત આગળ રહ્યા છે.

IMG 1669 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

વાછાણી ફર્નિચર

ફર્નિચરનો અદભુત ખજાનો એટલે વાછાણી ફર્નિચર… જેઓ 1991 થી અમદાવાદના સૌથી મોટા અને સૌથી જૂના ફર્નિચર સપ્લાયર્સ જે લાકડાના અને સ્ટીલના ફર્નિચરના સૌથી શ્રેષ્ઠ સપ્લાયર્સમાંના એક દિલીપ વાછાણી અને હર્ષદ વાછાણી છે. જેઓ ભારતીય સાગ લાકડાના ફર્નિચરના ઉત્પાદક પણ છે.

IMG 1674 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

ચિંતન જે. ચોકશી

વ્યવસાયે રિયલ એસ્ટેટ ડેવલપર જે 900 એપાર્ટમેન્ટ્સ સન રાઇઝિંગ હોમના સંસ્થાપક ચિંતન જે. ચોકશી 18 વર્ષનો બહોળો અનુભવ કન્સ્ટ્રકશન ક્ષેત્રે ધરાવે છે સાથે જ રમત ગમતમાં રૂચી ધરાવતા ક્ષેત્રે વિવિધ સ્નૂકર, સ્ક્વોશ, ક્રિકેટ, હેલ્થ ક્લબમાં હોદ્દેદાર પણ રહી ચુક્યા છે.

IMG 1680 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

વિજય પટેલ

એલેમેક એલિવેટર્સ એ સૌથી ઝડપથી વિકસતી લીફ્ટની અગ્રણી ઉત્પાદકોમાંની એક કંપની છે. જે રહેણાંક, કોમર્શિયલ, પેનારોમિક જેવી તમામ પ્રકારની લિફ્ટનું સમગ્ર ગુજરાતમાં હાઈ ડેફિનેશન મશીનો અને સાધનોથી સજ્જ સર્વિસ નેટવર્ક છે. સંસાધનોના યોગ્ય ઉપયોગ માટે વિજય પટેલ અને તેમની ટીમ આર્ટ-ઓફ-પરફેક્શન માટે જાણીતા છીએ.

IMG 1682 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

એસ કે ચતુર્વેદી 

ગુજરાતનો 9.67% વન વિસ્તાર છે. જે રાજ્યમાં ભૌગોલિક અને પર્યાવરણીય આબોહવાની પરિસ્થિતિઓમાં ગરમ ખારા રણથી લઈને ભેજવાળા ડુંગરાળ વિસ્તારો અને દરિયાકિનારાથી ઉંચી ટેકરીઓ સુધીની વ્યાપક ભિન્નતાઓ છે,  જેના પરિણામે વિવિધ પ્રકારના જંગલોની રચનાએ રાજ્યને વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની વિવિધતા આપી છે. રાજ્યના વન અને વન્યજીવોના સંરક્ષણ અને વિકાસની જવાબદારી મુખ્ય વન સંરક્ષક અને ફોરેસ્ટ ફોર્સના વડા સુધીરકુમાર ચતુર્વેદી (S. K. Chaturvedi) નિભાવી રહ્યા છે અને પર્યાવરણ જાળવણીમાં ઉમદા કાર્ય કરી રહ્યા છે.

IMG 1685 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

શાહીના સુમરા અને જીતેન્દ્ર રાઠી

ગુજરાતી એટલે જેના લોહીમાં વેપાર. દેશની જાણીતી કંપનીઓના માલિક ગુજરાતી છે. જેને રાજ્ય સાથે દેશનું ગૌરવ વિશ્વમાં વધાર્યું છે. કેનેડા PR માં 100% વિઝા એટલે સ્કાયલાઈન ઈમિગ્રેશન એવી વિશેષ ઓળખ ધરાવતા સંચાલક યંગ શાહીના સુમરા અને જીતેન્દ્ર રાઠી જેમને તેમની કારકિર્દીની શરૂઆત ઈમિગ્રેશન ફિલ્ડમાં નોકરીથી કરી માત્ર 10 વર્ષનો અનુભવ સાથે અમદાવાદ, સુરત અને કેનેડામાં પણ બ્રાન્ચ ધરાવે છે, જેનું હેન્ડલિંગ અમદાવાદથી કરવામાં આવે છે. જેની ઓળખ હવે કેનેડા (Canada) એટલે સ્કાયલાઈન ઈમિગ્રેશન…

IMG 1690 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

જય બલસારા

જય બલસારા તેમના પરિવારમાં પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક છે. તે સૌથી મોટા છે અને વૈવિધ્યસભર વ્યવસાય અને સાહસો ધરાવે છે. હાલમાં જય બલસારા ઓમ ગ્રુપ ઓફ કંપનીઝમાં મેનેજિંગ ડિરેક્ટર છે. ઓમ ગ્રૂપની તેના બેનર હેઠળ 11 કંપનીઓ છે અને તેની 2 વિદેશી ઓફિસ દુબઈ (Dubai) અને ઢાકા (Dhaka) માં છે. જય અન્ય વિવિધ એનજીઓના PAN ઈન્ડિયા સાથે સંકળાયેલા છે અને તેમના મૂલ્યવાન યોગદાનના વિચારો માટે તેમને ઓળખવામાં આવ્યા છે.

IMG 1693 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

માનસી શાહ

અર્લી બર્ડ હોપ્સ ફર્ધર આ ફિલોસોફી કામ કરતા અલ્પસ એજ્યુકેશનના માનસી શાહ વિદેશમાં શિક્ષણની સલાહ આપવાના ક્ષેત્રમાં એક દાયકા કરતાં વધુ સમયના અનુભવ સાથે વિદ્યાર્થીને મળે છે તેમાં શ્રેષ્ઠતા લાવવાનો પ્રયત્ન કરે છે. તેણીનો શિક્ષણ પ્રત્યેનો જુસ્સો અને વિદ્યાર્થી માટે જે શ્રેષ્ઠ છે તેની પ્રતિબદ્ધતા તેણીને અસાધારણ માર્ગદર્શક બનાવે છે. તેણી પાસે 200 થી વધુ સંસ્થાઓનું વ્યક્તિગત નેટવર્ક છે અને વિશ્વભરમાં 100 થી વધુ યુનિવર્સિટીઓની મુલાકાત લીધી છે. ALPS ખાતે ઉમેદવારોને સંપૂર્ણ રીતે સજ્જ વિદ્વાનોમાં વિકસાવવાનો પ્રયત્ન કરે છે,  જેઓ તેમની પસંદગીની કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશવા અને સફળ થવા માટે તૈયાર છે.

IMG 1697 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

કુંદનબેન કાકડિયા

ગુજરાતની સૌપ્રથમ મહિલા ઉદ્યોગ સાહસીક કુંદનબેન પટેલ કે જેમણે પ્લાયવુડ-લેમીનેટ્સના બિઝનેસમાં પોતાની એક ઓળખ ઉભી કરીને શક્તિ સાબિત કરી બતાવ્યું છે. વર્ષ 2009માં લેમીનેટ્સની ફેકટરીમાં એકાદ વર્ષ નોકરી દ્વારા કારકિર્દીની શરૂઆત કરી ત્યારબાદ શૂન્યમાંથી સર્જન કરી એક દુકાન ભાડે રાખીને ફર્નિચરના રો-મટીરિયલનો વેપાર શરૂ કર્યો હતો. ત્યારબાદ એક પછી એક 3 દુકાન અને 1 મોટુ ગોડાઉનથી કામ વધાર્યું. આ કારણે 2026માં ભવ્ય શોરૂમ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

IMG 1698 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

પથિક જયસ્વાલ

ઇટરનલ ઇ મેક પ્રાઇવેટ છેલ્લા ઘણા વર્ષોથી એનર્જી અને પાવર સેક્ટરમાં યોગદાન આપી રહી છે. પથિક જયસ્વાલ એ કંપનીની ઝડપી વૃદ્ધિ પાછળનું પ્રેરણા પરિબળ છે. તેમના માર્ગદર્શન હેઠળ કંપનીએ પાવર ઇક્વિપમેન્ટ ફિલ્ડના ક્ષેત્રમાં અગ્રણી સેલ્સ અને સર્વિસ પ્રોવાઇડર તરીકે પોતાનું આગવું સ્થાન કોતર્યું છે. ગ્રીવ્સ જનરેટર સેટ્સ સાથે એનર્જી ઓડિટ અને પાવર બેક અપ સોલ્યુશન્સની સેવાઓ આપીને Eternal સરકારી વિભાગો, સંસ્થાઓ, હોસ્પિટલો, રિયલ એસ્ટેટ અને ઉદ્યોગોમાં સેવા આપી રહી છે. ભારતમાં વીઝલ જનરેટર્સ સપ્લાયર્સ કંપનીમાં સૌથી વધુ વિશ્વસનીય નામો પૈકી એક તરીકે ઓળખવામાં આવે છે.

IMG 1702 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

શૈલેશ મોદી 

IMG 1706 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

બંકિમ મેહતા

ભારતમાં કોલસાના સૌથી મોટા આયાતકાર અને વેપારી પૈકીના એક બંકિમ મેહતા જેમને વાસુકી ટ્રેડલિંક જૂથની ફ્લેગશિપ કંપની થકી સિમેન્ટ, પેટ્રોલિયમ, કોલ, ક્લિનકર, સ્ટીલ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, કુકીંગ, લોજિસ્ટિક, વેરહાઉસ ક્ષેત્રે જેને રાજકોટ, સૌરાષ્ટ્ર તેમજ દેશ-વિદેશમાં પોતાનું નામ ગુંજતું કર્યું છે.

3M0A3202 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

રિશી પાઠક, આકાશ ડાભી, અને અનુરાગ તિવારી

વિઝ્વા કન્સલ્ટન્સી એ 2021 માં ત્રણ યુવા સાહસિકો રિશી પાઠક, આકાશ ડાભી, અને અનુરાગ તિવારી ધ્વારા શરૂ કરાયેલ કંપની છે. જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ભરતી અને સોફ્ટવેર ડેવલપમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે. તેઓ ઉમેદવારો માટે તક ઊભી કરવા માટે અસ્તિત્વમાં છીએ. તેમની અનુભવી નિષ્ણાતોની ટીમ વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવાની, સંશોધન અને વિકાસમાં રોકાણ કરવાની અને ઉભરતી તકનીકોમાં મોખરે રહેવા માટે વધુ કુશળ વ્યાવસાયિકોની નિમણૂક કરવાની યોજના ધરાવે છે.

3M0A3206 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

વિશાલ ભુડીયા

પ્રદૂષણ વિશ્વભરમાં ચિંતાનો વિષય છે, ત્યારે સ્ટીમહાઉસ સંસ્થા એ ભારતમાં તેના પ્રકારની પ્રથમ સંસ્થા છે. તે 2014 માં ઇકો-ફ્રેન્ડલી અને એનર્જી સોલ્યુશન્સ અમલમાં મૂકવા અને સ્ટીમહાઉસ બ્રાન્ડ નામ હેઠળ એક જૂથ પ્રદાન કરવા માટે ઘણા ઉદ્યોગોમાંથી પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત કરવામાં આવ્યું હતું. સ્ટીમહાઉસના પ્રમોટર્સ વિશાલ ભુડીયા એ સચિન જીઆઈડીસી  સુરતમાં તેમનો પ્રથમ કોમ્યુનિટી બોઈલર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને આસપાસના અનેક ઔદ્યોગિક એકમોને સ્ટીમની જરૂરિયાત પૂરી કરી હતી. સ્ટીમનું વેચાણ કરીને હાલના ઉદ્યોગો તેમજ આગામી પ્રોજેક્ટ માટે ઉપયોગિતા સપ્લાયર રહ્યું છે. સ્ટીમહાઉસે વિવિધ સ્થળોએ સેંકડો ઔદ્યોગિક ગ્રાહકોની વરાળની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ વાતાવરણના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડા તરફ દોરી જશે.

3M0A3208 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

પદ્મશ્રી મહિપત કવિ

મહિપત કવિ, જે ગુજરાતના માસ્ટર કઠપૂતળી છે,  તેમને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય પપેટ્સ એન્ડ પ્લેસના સ્થાપક છે અને છેલ્લા 25 વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટીમાં ફેકલ્ટી (યુનિવર્સિટી) પણ છે.

3M0A3213 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

પદ્મશ્રી પરેશભાઈ રાઠવા

મૂળ ગુજરાતના છોટા ઉદેપુર વિસ્તારના 53 વર્ષીય પરેશ રાઠવા આદિવાસી કલાકાર છે. તે અને તેમનો પરિવાર પરંપરાગત પિથોરા પેઇન્ટિંગ આર્ટ ફોર્મમાં રોકાયેલા છે. પિથોરાના સાંસ્કૃતિક વારસાને જાળવવાના તેમના પ્રયત્નોને કારણે, આદિવાસી લોક કલાના સ્વરૂપ, પરેશભાઈને પદ્મશ્રી આપવામાં આવ્યો છે. પિથોરા કલા 1,200 વર્ષ જૂની છે જેમાં “પ્રાચીન ગુફાઓમાં પિથોરાના ચિત્રો જોવા મળે છે . આ આદિજાતિના દેવતા – પિથોરા બાબા માટે કરવામાં આવે છે. તે પ્રથમ શુભ પ્રસંગ દરમિયાન દેવતાઓના આશીર્વાદ માટે આભાર માનવાની રીત તરીકે માટીની દિવાલો પર કરવામાં આવતું હતું.”

3M0A3219 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

ઈશાની દવે

વરસમાં મળેલા ગુણોને કારણે જ પરિવારના પુત્ર-પુત્રી આગળ વધતા હોય તે રીતે સિંગર પ્રફુલ દવેની પુત્રી પણ પિતા ધ્વારા વરસમાં મળેલા સંગીતને લઈને આજે આ ક્ષેત્રમાં સારું નામ ધરાવે છે. અમદાવાદમાં અભ્યાસ બાદ ઓસ્ટ્રેલિયાથી સંગીતનો અભ્યાસ કરીને આવેલી પ્રફુલ દવેની પુત્રી ઈશાની આજે સ્ટેજ શો સહિતના કોન્સર્ટમાં પોતાના સૂરથી ધમાલ મચાવી રહ્યા છે.

3M0A3221 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

રાજેશ આહીર સિંગર

ગુજરાતના દરેક ઘરમાં રણકતો અવાજ એટલે રાજેશ આહીર.રાજેશ આહીર ગુજરાતના યુવા સિંગર તરીખે પોતાની નામના મળેવી છે.છેલ્લા 10 વર્ષથી પોતાના મધુર અવાજ ને ગુજરાતના લોકો એ પ્રેમ આપ્યો છે. રાજેશ આહીર (Rajesh Ahir) મૂળ ભુજના છે.તમના જીવનની પહેલી કમાણી 2500 રૂપિયા હતી અને આજે કરોડો વ્યુ સાથે ગુજરાત સહિત દેશમાં પ્રેમ મળ્યો છે.

3M0A3223 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ

કાંતિ અમૃતિયા

પેરિસ ઓફ ધ ઇસ્ટ” તરીકે પંકાયેલુ મોરબી ઘડિયાળ અને ટાઈલ્સ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે સાથે જ મચ્છુ ડેમનો જળપ્રલય, ધરતીકંપ અને ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાઓને કારણે ભારે નુકશાન વેઠવુ પડ્યુ હતું. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સમર્જાઈ હતી, જેમાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. બાળકો સહિત 135થી વધુનાં મોત થયાં હતા, એવામાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા મોરબી દુર્ધટનામાં બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને કાંતિ અમૃતિયા લોકોને બચાવવા પોતે નદીમાં ઊતર્યા હતા.

3M0A3235 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો યોજાયો દબદબાભર્યો ગુજરાત ગૌરવ એવોર્ડ 2023 નો સમારોહ