ધરપકડ/ ગુજરાત પોલીસને મળી મોટી સફળતા, કુખ્યાત બૂટલેગર જોગીન્દર ઝડપાયો

ગુજરાતમાં હાલ ચૂંટણીની સીઝન જામી છે ત્યારે પોલીસ બેડામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે .ગુજરાતને દારૂ પુરૂ પાડનાર અને કુખ્યાત બુટલેગર જોગીન્દ્રની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે

Top Stories Gujarat
7 2 ગુજરાત પોલીસને મળી મોટી સફળતા, કુખ્યાત બૂટલેગર જોગીન્દર ઝડપાયો

ગુજરાતમાં હાલ ચૂંટણીની સીઝન જામી છે ત્યારે પોલીસ બેડામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે .ગુજરાતને દારૂ પુરૂ પાડનાર અને કુખ્યાત બુટલેગર જોગીન્દ્રની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે.  જોગીન્દરનું નામ વડોદરાના ગેંગસ્ટર મુકેશ હરજાણીના મર્ડર કેસમાં પણ હતું. એસપી નિર્લિપ્ત રાયની સૂચના હતી કે કોઈ પણ કાળે જોગીન્દરને પકડવાનો છે. બે ટીમ માહિતીને આધારે હરિયાણામાં ત્રણ દિવસથી તેને પકડવા માટે સતત કામગીરી કરી રહી હતી. દરમિયાન તેમને મળેલી માહિતી પ્રમાણે તેમણે ત્યાંથી ઘણા દુર આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરના એક ગામે પહોંચવાનું નક્કી કર્યું. પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે વહેલી સવાર હતી ત્યારે જોગીન્દર ઉંઘતો હતો અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે તેની પાસેથી 8 લાખ રોકડા અને એક ઈનોવા કાર ઉપરાંત બે ફોન જપ્ત કર્યા છે અને તેને પણ દબોચી લીધો છે.

નોધનીય છે કે દુબઈમાં પકડાયેલા વિનોદ સિંધીનો ભાગીદાર અને વડોદરાના નામી ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યાનો આરોપી એવો જોગીન્દર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી ઝડપાઈ ગયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીને પગલે હરિયાણા પહોંચેલી ટીમે જોગીન્દરને સરહદના એક ગામમાં સંતાયેલો ઝડપી પાડ્યો હતો.