સૌરાષ્ટ્ર, તમિલ-સંગમ-મોદી/ પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ-સંગમ સમારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ સરદાર પટેલ અને સુબ્રમણિયમ ભારતીના રાષ્ટ્રપ્રથમના સંકલ્પનો સંગમ છે.

Top Stories Gujarat
Modi Saurashtra Tamil Sangam પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ-સંગમ સમારંભ
  • “ભારતની આઝાદીના અમૃતકાળમાં,આપણે સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમોના સાક્ષી છીએ”
  • “તમિલ-સૌરાષ્ટ્ર સંગમમ એ સરદાર પટેલ અને સુબ્રમણિયમ ભારતીના રાષ્ટ્રપ્રથમના સંકલ્પનો સંગમ છે”
  • “ભારત એક એવો દેશ છે જે તેની વિવિધતાને વિશેષતા તરીકે જુએ છે”
  • “આપણા વારસાનું ગૌરવ ત્યારે વધશે જ્યારે આપણે તેને જાણીશું,ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈને પોતાને જાણવાનો પ્રયત્ન કરીશું”
  • “પશ્ચિમ અને દક્ષિણના સૌરાષ્ટ્ર અને તમિલનાડુનું આ સાંસ્કૃતિક જોડાણ હજારો વર્ષોથી ચાલતો પ્રવાહ છે”
  • “ભારત સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ ધરાવે છે”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન Saurashtra-Tamil Sangam સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ સરદાર પટેલ અને સુબ્રમણિયમ ભારતીના રાષ્ટ્રપ્રથમના સંકલ્પનો સંગમ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના સાથે યોજાયેલા સૌરાષ્ટ્ર-તમિલ સંગમના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત વડાપ્રધાન રેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ તમિલ ભાષામાં સંબોધન કરીને તમિલ બંધુઓનું અભિવાદન કર્યું હતું.જેના પગલે સંગમમાં પધારેલા તમિલ બંધુઓએ હર્ષ સાથે વડાપ્રધાનશ્રીને વધાવ્યા હતા.
સોમનાથ ખાતે આજે સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં ઉપસ્થિત હજારો સૌરાષ્ટ્રીયન Saurashtra-Tamil Sangam તમિલો-તેમજ સૌરાષ્ટ્રના લોકોને પ્રધાનમંત્રી મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતાં વધુમા કહ્યું કે, મહેમાનનું સ્વાગત કરવું એ એક વિશેષ અનુભવ છે પરંતુ દાયકાઓ પછી વતનમાં પાછા ફરવાનો અનુભવ અને આનંદ અજોડ છે.તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના લોકોએ તમિલનાડુના મિત્રો માટે રેડ કાર્પેટ બિછાવી છે, જેઓ એ જ ઉત્સાહ સાથે રાજ્યની મુલાકાતે છે.
પ્રધાનમંત્રી કહ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે તેમણે 2010માં મદુરાઈમાં સૌરાષ્ટ્રના 50,000થી વધુ સહભાગીઓ સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કર્યુંહતું.પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્રમાં આવેલા તમિલનાડુના મહેમાનોમાં સમાન સ્નેહ અને ઉત્સાહની નોંધ લીધી હતી.મહેમાનો પ્રવાસે છે અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ભૂતકાળની અમૂલ્ય સ્મૃતિઓ,વર્તમાન પ્રત્યેની લાગણી અને અનુભવો અને ભવિષ્ય માટેના સંકલ્પો અને પ્રેરણાઓ તમિલ સંગમમાં જોઈ શકાય છે.તેમણે આજના પ્રસંગ માટે સૌરાષ્ટ્ર અને તમિલનાડુના દરેકને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે,ભારતની આઝાદીના અમૃતકાળમાં આપણે Saurashtra-Tamil Sangam સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા મહત્વના સાંસ્કૃતિક કાર્યક્રમોના સાક્ષી છીએ.જે માત્ર તમિલનાડુ અને સૌરાષ્ટ્રનો સંગમ નથી પરંતુ દેવી મીનાક્ષીના રૂપમાં શક્તિની ઉપાસનાનો અને દેવી પાર્વતીનો તહેવાર પણ છે.ઉપરાંત,આ ભગવાન સોમનાથ અને ભગવાન રામનાથના રૂપમાં શિવના આત્માનો તહેવાર છે. એ જ રીતે,તે સુંદરેશ્વર અને નાગેશ્વરની ભૂમિનો સંગમ છે,આ શ્રી કૃષ્ણ અને શ્રી રંગનાથનો,નર્મદા અને વાગઈ,દાંડિયા અને કોલાયટ્ટમનો સંગમ છે અને દ્વારકા અને પુરી જેવી પવિત્ર પરંપરા-સાંસ્કૃતિક ધરોહરનો સંગમ છે,એમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રનિર્માણના માર્ગ પર આ વારસા સાથે આગળ વધવું પડશે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે,”ભારત એક એવો દેશ છે જે તેની વિવિધતાને વિશિષ્ટતા તરીકે જુએ છે”,પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં Saurashtra-Tamil Sangam ઉજવવામાં આવતી વિવિધ ભાષાઓ અને બોલીઓ,કલાના સ્વરૂપો અને શૈલીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત તેની માન્યતા અને આધ્યાત્મિકતામાં વિવિધતા ધરાવે છે અને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વિવિધતા આપણા સંબંધો અને સહકારને મજબૂત બનાવે છે.તેમણે જણાવ્યું હતું કર્યું કે, જ્યારે વિવિધ પ્રવાહો એક સાથે આવે છે ત્યારે એક સંગમ સર્જાય છે અને કહ્યું કે ભારત સદીઓથી કુંભ જેવી પરંપરામાં નદીઓના સંગમથી લઈને વિચારોના સંગમની કલ્પનાને પોષતું આવ્યું છે.”આ સંગમની શક્તિ છે જેને સૌરાષ્ટ્ર તમિલ સંગમ આજે નવા સ્વરૂપમાં આગળ લઈ જઈ રહ્યું છે”. સરદાર પટેલ સાહેબના આશીર્વાદથી આવા મહાન ઉત્સવોના રૂપમાં દેશની એકતા આકાર લઈ રહી છે તેવું તેમણે જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાની પરિપૂર્ણતા છે, જેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન જોયું હતું.
પ્રધાનમંત્રીએ વારસામાં ગૌરવના ‘પંચ પ્રાણ’ને યાદ કરીને કહ્યું હતું કે,“આપણા વારસાનું ગૌરવ ત્યારે વધશે જ્યારે આપણે તેને જાણીશું,ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈને પોતાને જાણવાનો પ્રયત્ન કરીશું.”કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા સાંસ્કૃતિક પ્રસંગો આ દિશામાં અસરકારક ચળવળ બની રહ્યાં છે,એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના સદીઓ જુના સંબંધને ઉજાગર કરતા નોંધ્યું હતું કે “પૌરાણિક સમયથી આ બંને રાજ્યો વચ્ચે ઊંડો સંબંધ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને તમિલનાડુનું આ સાંસ્કૃતિક સંમિશ્રણ એ પ્રવાહ છે જે હજારો વર્ષોથી ગતિમાં છે.”
2047ના ધ્યેય,ગુલામીના પડકારો અને સાત દાયકાનો ઉલ્લેખ કરીને Saurashtra-Tamil Sangam પ્રધાનમંત્રીએ વિચલિત અને વિનાશક શક્તિઓ સામે ચેતવણી આપી હતી.”ભારત પાસે સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ છે,સૌરાષ્ટ્ર અને તમિલનાડુનો સહિયારો ઇતિહાસ અમને આની ખાતરી આપે છે”,એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ સોમનાથ પરના હુમલા અને પરિણામે તમિલનાડુમાં હિજરતને યાદ કરી અને કહ્યું કે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં જતા લોકો ક્યારેય નવી ભાષા,લોકો અને પર્યાવરણની ચિંતા કરતા નથી.તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો તેમની આસ્થા અને ઓળખને બચાવવા માટે તમિલનાડુમાં સ્થળાંતર કર્યું અને તમિલનાડુના લોકોએ ખુલ્લા હાથે તેમનું સ્વાગત કર્યું હતું, અને તેમને નવા જીવન માટે તમામ સુવિધાઓ આપી હતી. “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નું આનાથી મોટું અને ઉંચુ ઉદાહરણ શું હોઈ શકે?”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
મહાન સંત તિરુવલ્લવરને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું કે સુખ, સમૃદ્ધિ અને ભાગ્ય તે લોકો માટે આવે છે જેઓ પોતાના ઘરમાં અન્ય લોકોનું ઉમળકાભેર સ્વાગત કરે છે .“આપણે સંઘર્ષોને આગળ લઈ જવાની જરૂર નથી, આપણે સંગમ અને સમાગમોને આગળ લઈ જવાના છે. આપણે મતભેદો શોધવા માંગતા નથી, આપણે ભાવનાત્મક જોડાણ કરવા માગીએ છીએ”.
પ્રધાનમંત્રીએ તમિલનાડુના લોકોનો ઉલ્લેખ કરતા કહ્યું કે જેમણે તમિલનાડુમાં Saurashtra-Tamil Sangam સ્થાયી થવા માટે સૌરાષ્ટ્ર મૂળના લોકોને આવકાર્યા હતા. તેમણે કહ્યું કે ભારતની અમર પરંપરા જે દરેકને સર્વસમાવેશકતા સાથે લઈને આગળ વધે છે તે તમિલ સંસ્કૃતિને અપનાવનારાઓએ દર્શાવી છે પરંતુ સાથે સાથે સૌરાષ્ટ્રની ભાષા, ભોજન અને રીતરિવાજોને પણ યાદ કર્યા છે. પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો કે આપણા પૂર્વજોના યોગદાનને ફરજની ભાવના સાથે આગળ વધારવામાં આવી રહ્યા છે. સંબોધન સમાપ્ત કરતાં, પ્રધાનમંત્રીએ દરેકને વિનંતી કરી કે તેઓ સ્થાનિક સ્તરની જેમ દેશના વિવિધ ભાગોમાંથી લોકોને આમંત્રિત કરે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ આ દિશામાં ઐતિહાસિક પહેલ સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમમના સમાપન સમારોહના અતિથિ વિશેષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંગમમને એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ અવસર ગણાવી જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તમિલનાડુ અને સૌરાષ્ટ્ર-ગુજરાત વચ્ચેના સદીઓ પુરાના સંબંધો ઉજાગર થવાની સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની સાંસ્કૃતિક -રાષ્ટ્રીય એકતા પણ ચરિતાર્થ થઈ છે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કહ્યું કે તમિલનાડુ અને ગુજરાત વચ્ચેના આ સંબંધો અત્યાર સુધી કોઈએ ઉજાગર કર્યા ના હતા.પરંતુ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રમાંથી સદીઓ પહેલા હિજરત કરી તમિલનાડુમાં વસેલા અને હજારથી વધુ વર્ષ થયા છતાં ગુજરાતની સંસ્કૃતિ અને પ્રણાલીને જાળવી રાખી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા સૌરાષ્ટ્રિયન તમિલવાસીઓને તેમના પૂર્વજોના વતનમાં લાવીને-ગુજરાતમાં સ્વાગત સન્માન આતિથ્યભાવ આપીને બે રાજ્યો વચ્ચેના સાંસ્કૃતિક અનુબંધને ઉજાગર કર્યું છે.જે ભારતની એકતા માટે ગૌરવશાળી અવસર છે.
મુખ્યમંત્રીશ્રીએ ભારત વર્ષની પ્રાચીન સાંસ્કૃતિક વિરાસતોની એકાત્મકતાનો પુનરોદ્ધાર થઈ રહ્યાના સંદર્ભમાં ગૌરવપૂર્ણ કહ્યું કે આદિ ગુરુ શંકરાચાર્યજીએ ભારતને આધ્યાત્મિકતાના માર્ગે એક કર્યું.ચાણક્યે રાજનીતિમાં એકાત્મકતા અને સરદાર વલ્લભભાઈ પટેલે આધુનિક ભારતને ભૌગોલિક રીતે જોડવાનું મહાન કાર્ય કર્યું અને હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજ્યો-રાજ્યો વચ્ચેની સાંસ્કૃતિક એકતાને ઉજાગર કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરી રહ્યા છે.મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનના દિશા દર્શનમાં ભારતના પૂર્વ પશ્ચિમની સંસ્કૃતિને જોડતા માધવપુરના રાષ્ટ્રીય મેળા ના આયોજનને પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનામાં કડીરૂપ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની તાસીર બહારથી આશ્રય લેનારને સ્વીકારી સન્માનની રહી છે તેમ જણાવીને ઇતિહાસમાં ગુજરાતમાં વસેલા લોકો સાથે ભાઈચારાનો સંદર્ભ આપી કહ્યું હતું કે 1,200 વર્ષ પહેલા આક્રાંતાઓના આક્રમણ થી સંસ્કૃતિ બચાવવા ગુજરાતમાંથી તમિલનાડુ વસેલા લોકોને પોતાના બાંધવો ગણીને તમિલનાડુવાસીઓએ આશ્રય આપ્યો અને આ મૂળ સૌરાષ્ટ્રના લોકોએ સદીઓ પછી પણ ગુજરાતની કલા સંસ્કૃતિ અને પ્રણાલી જાળવી રાખી ગુજરાતની ખમીરતાના પણ દર્શન કરાવ્યા છે તેમ સગૌરવ જણાવ્યું હતું. તમિલનાડુ અને ગુજરાતના સદીઓ જુના સંબંધો સૌરાષ્ટ્ર તમિલ સંગમથી વધુ મજબૂત બન્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સૌરાષ્ટ્ર તમિલના સંગમના મહેમાનો નું આતિથ્ય તેમજ સૌરાષ્ટ્ર તમિલએ ગુજરાતમાં સોમનાથ મહાદેવના દર્શન ઉપરાંત ગીરના સાવજો નિહાળી દ્વારકાધીશ અને નાગેશ્વરના દર્શન ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતો ને પણ નિહાળી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ઝારખંડના રાજ્યપાલશ્રી સી.પી.રાધાક્રિષ્નને કેમ છો ગુજરાતીઓ કહીને સંબોધન કરતા કહ્યું હતું કે,જ્યારે કોઈ ગુજરાતી પૂછે કે કેમ છો ત્યારે આપણે કહી શકીએ છીએ મજામાં. કારણે કે આપણું નેતૃત્વ ગુજરાતના એક અડીખમ નેતા નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ભારત ઉત્તરોતર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.વડાપ્રધાનશ્રી મોદીના નેતૃત્વમાં ભારત આ વિશ્વની સૌથી મોટી પાંચમી ઈકોનોમી બની છે. આ તકે નાગાલેન્ડના રાજ્યપાલશ્રી એલ.એ. ગણેશને જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રના લોકોને મળ્યા હતા.તેમની ભાવનાઓ આજે સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉજાગર થઈ છે. ગુજરાત અને તમિલનાડુના સાંસ્કૃતિક જોડાણ અને બે રાજ્યો વચ્ચેના સંબંધો સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી વધુ મજબૂત થશે છે તેમ પણ કહ્યું હતું.સૌરાષ્ટ્ર તમિલ લોકો સૌરાષ્ટ્ર તમિલ સંગમ ને લીધે ગુજરાતની યાત્રા અને ગુજરાતની સ્થળોના પણ દર્શન કર્યા છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના લોગોને બે સંસ્કૃતિઓના સંગમના શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવતા કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રીશ્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે,કેવું નયનરમ્ય લાગે કે સોમનાથ મંદિરે નૃત્યાંગના ભરતનાટ્ય કરી રહી છે.જ્યારે રામેશ્વર મંદિરે નૃત્યાંગના દાંડિયા રમી રહી છે.આપણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને ધન્યવાદ આપવા જોઈએ કે,જેમણે આપણા ઇતિહાસના મહત્વના અધ્યાયને એક નવા દૃષ્ટિકોણથી આપણી સમક્ષ મૂક્યું છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આપણી સભ્યતા અને સંકૃતિઓના સમન્વયનું સૌથી મહાન કામ મોદીજીએ કર્યું છે.એક ભારત શ્રેષ્ઠ ભારતની આપણા પૂર્વજોની ઈચ્છા આજે સાર્થક થઈ રહી છે.સદીઓ પહેલા સૌરાષ્ટ્રના લોકો સોમનાથથી રામેશ્વરમ સુધીની સફર કરી તમિલ પહોંચ્યા હતા.આજે તેમના પરિવારજનો ફરી રામેશ્વરમથી સોમનાથ સુધીની સફર કરી સૌરાષ્ટ્રીયન તમિલો તેમના વડવાઓની ભૂમિ પર આવી શક્યા છે.સૌરાષ્ટ્રીયન તમિલોની હસ્તકળાને વંદન કરતા તેમણે જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્ર-ગુજરાતના પટોળા પ્રખ્યાત છે તેમ કાંચીવરમની સિલ્ક સાડી પ્રખ્યાત છે.જેમાં તમિલ પરિવારોના હાથની કળા કારીગરીના દર્શન થાય છે.
.આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઈ પટેલે સ્વાગત સંબોધન કરતા જણાવ્યુ હતું કે,સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન હતું. જે થકી દેશના લોકોના દિલથી દિલ જોડીને સંસ્કૃતિ,સભ્યતા અને વ્યાપાર વગેરે ક્ષેત્રે મજબૂતીથી આગળ વધે. સૌરાષ્ટ્ર તમિલ સંગમના કાર્યક્રમના પ્રારંભે પંજાબના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી શ્રી પ્રકાશસિંઘ બાદલને ઉપસ્થિત મહાનુભાવો અને સહભાગીઓએ શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ ઉપર લખાયેલું 113 શ્લોકનું પુસ્તક ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રશસ્તિ:નું વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ચ્યુઅલી વિમોચન કર્યું હતું.

 

આ પણ વાંચોઃ અટલ બ્રિજ પર ગંદકી/ અટલ બ્રિજ પર ગંદકી જ ‘અટલ’, બાકી બધુ નિશ્ચલ

આ પણ વાંચોઃ મહિલાની આત્મહત્યા/ અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં યુવતીએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી

આ પણ વાંચોઃ દિલ્હી સ્કૂલ-બોમ્બ ધમકી/ દિલ્હી પબ્લિક સ્કૂલમાં મળી બોમ્બની ધમકીઃ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા દોડ્યા