Not Set/ થોડી વાર પડ્યો વરસાદ અને તળાવમાં ફેરવાઈ રાજધાની દિલ્હી, બસો ફસાઈ..થયો ચક્કાજામ

શનિવારે સવારે દેશની રાજધાની દિલ્હીમાં થોડાં સમય માટે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદનાં કારણે થોડાં જ સમયમાં દિલ્હીમાં ચારેબાજુ પાણી પાણી થઇ ગયું હતું. જાણે કે થોડાં સમય માટે રાજધાની ઠપ જ પડી ગઈ હતી. શનિવાર હોવાનાં કારણે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી હતી. પરંતુ વરસાદનાં કારણે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા […]

Top Stories India
Heavy Rain In Delhi. Avoid Flooded Roads Says Traffic Police થોડી વાર પડ્યો વરસાદ અને તળાવમાં ફેરવાઈ રાજધાની દિલ્હી, બસો ફસાઈ..થયો ચક્કાજામ

શનિવારે સવારે દેશની રાજધાની દિલ્હીમાં થોડાં સમય માટે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદનાં કારણે થોડાં જ સમયમાં દિલ્હીમાં ચારેબાજુ પાણી પાણી થઇ ગયું હતું. જાણે કે થોડાં સમય માટે રાજધાની ઠપ જ પડી ગઈ હતી.

શનિવાર હોવાનાં કારણે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી હતી. પરંતુ વરસાદનાં કારણે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અને અમુક જગ્યાએ તો ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. ટ્રાફિકને કારણે વાહનોની લાંબી લાઈનો રોડ પર લાગી હતી. થોડી કલાકોમાં તો અમુક વિસ્તારોના રોડ પર એટલું વધારે પાણી ભરાઈ ગયું કે ગાડીઓને નીકળવામાં પણ તકલીફ થવા લાગી હતી.

યમુના બજારનાં હનુમાન મંદિરની પાસે એક બસ ફસાઈ ગઈ હતી, જેમાં મુસાફરો સવાર હતા. આ બસ ફસાઈ જવાના કારણે બસનાં પેસેન્જરોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા. આ બસ પાણી વચ્ચે બંધ પડી ગઈ હતી. અને પાણી એટલું વધુ હતું કે લોકો મદદ વગર બસની બહાર ઉતરી પણ શકે નહી.

આ ઉપરાંત દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં પણ પાણીનું સ્તર વધી ગયું હતું. કારને ધક્કો મારીને પાણીમાંથી કાઢવી પડતી હતી. મિન્ટો રોડ પર પણ વરસાદને લીધે પાણી ભરાઈ ગયા હતા. અને એટલી હદે પાણી ભરાયા હતા કે બસને ચલાવવામાં પણ મુશ્કેલીઓ થતી હતી.

01delhi rains4 e1535790787563 થોડી વાર પડ્યો વરસાદ અને તળાવમાં ફેરવાઈ રાજધાની દિલ્હી, બસો ફસાઈ..થયો ચક્કાજામ

રેલ ભવન, આઈટીઓ પાસે રોડ તળાવમાં રૂપાંતર પામ્યા હતા.વાહનો લાંબી લાઈનોમાં ઉભા હતા જેને કારણે ચક્કાજામ સર્જાયો હતો.અમુક જગ્યાએથી પંપ દ્વારા પાણી કાઢવામાં આવ્યું હતું.

જોકે  ઘણાં વિસ્તારોમાં પાણી હવે ઓછુ થવાં લાગ્યું છે અને પરિસ્થતિ સામાન્ય થવા લાગી છે. જનજીવન ફરી સામાન્ય રૂપથી કાર્યરત થઇ જશે.