રાજકોટ/ કરોડો રૂપિયાની એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાઇ, SOG અને ડ્રગ વિભાગની મોટી રેડ

રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં આવેલ પટેલ ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. ત્યાં આ એક્સપાયરી ડેટવાળી દવાનો જથ્થો મળી આવ્યો હતો.

Top Stories
વરસાદ 1 કરોડો રૂપિયાની એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાઇ, SOG અને ડ્રગ વિભાગની મોટી રેડ

પોતાના સામાન્ય નફા માટે આજે લોકો અન્યના જીવ સાથે ચેડા કરતા પણ અચકાતા નથી રાજકોટ ખાતે SOG અને ડ્રગ વિભાગ દ્વારા એક મોટી રેડ કરવામાં આવી છે જેમાં 1 કરોડ રૂપીયાની એક્સપાયરી ડેટવાળી દવા મળી આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર SOG વિભાગ દ્વારા રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં આવેલ પટેલ ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. ત્યાં આ એક્સપાયરી ડેટવાળી દવા નો જથ્થો મળી આવ્યો હતો. SOGએ પરેશ પટેલ નામના શખ્સના ગોડાઉનમાંથી ઝડપ્યો હતો.  મળી આવેલી દવા બાબતે ડ્રગ વિભાગની પણ મદદ લેવામાં આવી છે.

એકસપાયરી દવાના વેપલાનો પર્દાફાશ

આ કૌભાંડની વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. જો કે હાલમાં મળેલી પ્રાથમિક વિગતો અનુસાર પરેશ પટેલ એક્સપાયર થયેલી દવાઓ ખરીદીને તેને એક ડ્રમમાં મિક્સ કરી આયુર્વેદિક ઈમ્યુનિટી બુસ્ટર તેમજ સ્ટેમિના વધારવાની દવા તરીકે વેચતો હોવાનું સામે આવ્યું છે. ગોડાઉનમાંથી મિક્સ થયેલી દવાનો ડ્રમ, લેબલ તેમજ એક્સપાયર થયેલી દવા પણ મળી આવી હતી.

પોલીસની તપાસમાં પરેશ પટેલે જણાવ્યું હતું કે, તે અલગ અલગ જગ્યાઓથી એક્સપાયર થયેલા સીરપ અને અન્ય વિટામિનની દવાઓ લઈ આવતો હતો. અને સીરપને ડ્રમમાં નાંખી તેમાં ચૂર્ણ અને ચ્યવનપ્રાશ નાખીને આયુર્વેદિક દવા જેવી કે ઇમ્યુનિટી બુસ્ટર કે પછી મધુમેહ નાશક જેવા નામથી વેચતો હતો. હાલમાં  ગોડાઉનમાંથી એક કરોડથી વધુની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરાયો છે. બે દિવસ સુધી દવાના શોર્ટિંગની કામગીરી થશે.

પરેશ પોતાની જાતને ડો.પરેશ પટેલ તરીકે ઓળખાવતો હતો. તેની પાસે ડોક્ટર ની ડીગ્રી નહિ હોવા છતાય તે પોતાની જાતને અને વધુમાં એફિડેવિટ કરાવી પોતાનું નામ બદલીને ડોક્ટર પરેશ પટેલ કર્યું છે. એફિડેવિટથી ડોક્ટર બન્યાની કબૂલાત પણ તેને પોલીસ સમક્ષ કરી હતી.

Covid-19 / કોરોનાની ત્રીજી લહેરની લગભગ દસ્તક, છેલ્લા 24 કલાકમાં ફરી નોંધાયા 40 હજારથી વધુ કેસ

પરેશ પોતે ડોક્ટર નહિ હોવા છતાય દવાખાનું પણ ચલાવે છે. પરેશ પોતાની પત્નીના નામે આયુર્વેદિક દવાખાનું પણ ચલાવે છે.  અને એક પગારદાર આયુર્વેદ ડોક્ટર પણ રાખ્યો હતો. દવાખાને આવતા તમામ દર્દીઓને આવી જ દવાઓ આપતો હતો.

રાજકોટ એસઓજી પોલીસે રાજકોટ શહેરમાંથી કોરોના કાળમાં લોકોના આરોગ્ય સાથે  ચેડાં કરીને નુકસાન પહોંચાડટુ મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અને હાલમાં પોલીસે પરેશ પટેલ સામે ઇપીસી કલમ 41(ડી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન મોટી માત્રામાં દવાનો જથ્થો મળી આવેલો છે. જેને પરીક્ષણ અર્થે મોકલી તપાસ કરવામાં આવશે.

 

હવામાન / હવામાન વિભાગની વરસાદ અંગે મોટી આગાહી, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ વરસાદ 49.20 ટકા