હવામાન/ હવામાન વિભાગની વરસાદ અંગે મોટી આગાહી, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ વરસાદ 49.20 ટકા

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડશે.  તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Top Stories
મેઘરાજાએ મહેર કરી

મેઘરાજાએ મહેર  : રાજ્યમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. લાંબી વાટ જોવડાવીને ચોમાસાના અંતમાં મેઘરાજાએ મહેર કરી હોય તેવું લાગે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઇ મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડશે.  તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારી સહિત ભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 3 દિવસ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ત્રણ દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં સપ્ટે. ના વરસાદથી ખેતરમાં રહેલા પાકને જીવતદાન મળી શકે છે. રાજ્યમાં હજી 42 ટકા વરસાદની ઘટ રહેલી છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં પડેલો વરસાદ

ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 49.20 ટકા

કચ્છઝોનમાં સરેરાશ વરસાદ 47.57 ટકા

ઉત્તરગુજરાત ઝોનમાં સરેરાશ વરસાદ 38.22 ટકા

મધ્ય-પૂર્વ ઝોનમાં સરેરાશ વરસાદ 44.13 ટકા

સૌરાષ્ટ્રઝોનમાં સરેરાશ વરસાદ 48.10 ટકા

દક્ષિણગુજરાતઝોનમાં સરેરાશ વરસાદ 56.42 ટકા

દક્ષિણગુજરાતમાં મોસમનો સૌથી વધુ વરસાદ