અતિભારે વરસાદ/ ઇડા વાવાઝોડાના લીધે અમેરિકામાં ભારે તારાજી ,મૂશળધાર વરસાદના લીધે અત્યાર સુધી 46 લોકોના મોત

અમેરિકામાં ન્યુયોર્ક પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પૂરની વચ્ચે ભોંયરામાં ફસાયેલા  કુલ આઠ લોકોના મોત થયા છે,અસંખ્ય લોકો પ્રભાવિત થયા છે

Top Stories World
અમેરિકામાં

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં ‘ઇડા’ વાવાઝોડાને કારણે મુશળધાર વરસાદથી ભારે વિનાશ થયો છે. ન્યૂયોર્ક શહેરમાં વરસાદ અને પૂરમાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક નજીક નેવાર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટની બિલ્ડીંગમાં પાણી ભરાઇ ગયું છે. કુદરતની કહેર સામે પ્રશાસન લાચાર બન્યું છે.  ન્યૂયોર્ક શહેર અને બાકીના પ્રાંતમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.

ન્યુ જર્સીએ ઓછામાં ઓછા 23 લોકોના મૃત્યુ થયાની જાહેરાત કર્યા બાદ ગુરુવારે પૂર્વમાં હરિકેન ઇડાનાં શહેરોને ધમરોળ્યા બાદ પૂરમાં મૃત્યુનો આંકડો ઝડપથી વધીને 46 થયો હતો.સરકાર ફિલ મર્ફીએ જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ પૂરથી તેમના વાહનોમાં ફસાયેલા લોકો હતા અને પાણીના ગરકાવથી થયા છે.

તોફાનના  લીધે ભારે નુકશાન થયું છે ,મૂશળધાર વરસાદના લીધે પરિસ્થિતિ બેકાબુ બની છે.   આ વાવાઝોડાએ અમેરિકાની સમગ્ર વ્યવસ્થાને ખતમ કરી નાંખી છે. ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી જેવા મોટા શહેરો તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા  છે. દેશના અન્ય ભાગોમાં પણ આવી જ સ્થિતિ છે. નેવાર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ બિલ્ડિંગમાં પાણી ભરાયા છે. તેમજ તમામ ટ્રેન સેવાઓ બંધ છે. ત્યાં પરિસ્થિતિ બેકાબૂ બની છે.

ન્યુયોર્ક પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પૂરની વચ્ચે ભોંયરામાં ફસાયેલા  કુલ આઠ લોકોના મોત થયા છે. ન્યૂયોર્કની એફડીઆર ડ્રાઈવ અને બ્રોન્ક્સ નદી પાર્કવે બુધવારે મોડી રાત સુધી ડૂબી ગયા હતાં. સબવે સ્ટેશનો અને ટ્રેક એટલા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા કે મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ તમામ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. ઓનલાઈન પોસ્ટ કરેલા વીડિયોમાં મેટ્રો રાઈડર્સ પાણીથી ભરેલા કોચમાં બેઠકો પર ઉભા જોવા મળી રહ્યા છે.

ન્યૂયોર્કના મેયર બિલ ડી બ્લેસિઓએ બુધવારે મોડી રાત્રે ન્યૂયોર્ક શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરતા કહ્યું હતું કે, “અમે આજે રાત્રે સમગ્ર શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદ, ગંભીર પૂર અને જોખમકારક સ્થિતિ સાથે ઐતિહાસિક હવામાન ઘટનાનો સામનો કરી રહ્યા છીએ.

તાલિબાનોનો ભય / ડેડલાઇન પહેલા અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન સૈનિકો વતન પરત ફર્યા