Ahmedabad News : અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા 18 જણા ફસાયા હતા. જેમાં દસ્ક્રોઈ તાલુકાના બાકરોલ ગામના 18 લોકો ફસાયા હતા. માછલી પકડવા માટે ગયેલા અંદાજે 18થી 20 જણા સાબરમતી નદીના પાણીમાં ફસાઈ ગયા હતા. જેને કારણે નદીકિનારે બાકરોલના ગ્રામજનો એકઠા થયા હતા.
આ અંગે જાણ થતા ફાયબ્રિગેડ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં બાકરોલ પાસે સાબરમતી નદીમાં ફસાયેલા પાંચ જેટલા લોકોને ફાયર બ્રિગેડની ટીમે હેમ ખેમ બહાર કાઢ્યા હતા.બીજીતરફ ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ અમદાવાદની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:સાબરમતી નદીના તટ પર 7 લોકો ફસાયા, NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, સાબરકાંઠાના ઉડણી ગામે બોટ તણાઈ, NDRFની ટીમ એલર્ટ
આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં ભારે વરસાદનો કહેર, નદીઓ બે કાંઠે, 53 રસ્તાઓ બંધ, ગામોનો સંપર્ક તૂટ્યો
