Gujarat News : સમગ્ર ગુજરાતમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને લઈને રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાંપાણી ભરાઈ ગયા છે. બીજીતરફ નદી-નાળાઓમાં પણ વરસાદને કારણે પાણીની ભારે આવક થઈ છે. વરસાદ સારો થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મલી રહી છે.
આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનામ અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અને મધ્ય ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે વ્યક્ત કરી છે. તે સિવાય 25 ઓગસ્ટના અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાંઆવી છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. 40 થી 50 કિ.મી.ની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે. દરિયાકાંઠે બંદરો પર સિગ્નલ-3 લગાવી દેવાયું છે.
આજે મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી,મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની શક્યતા વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો. ઓખા બંદર પણ 3 નંબરનું સિગ્નલ ભારે વરસાદની આગાહીને પગલે યથાવત છે. અરબી સમુદ્રમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછાળ્યા હતા.
. જેને લઈને સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી ,અમદાવાદમાં થશે ભારે મેઘમહેર
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, સાબરકાંઠાના ઉડણી ગામે બોટ તણાઈ, NDRFની ટીમ એલર્ટ
આ પણ વાંચો:કચ્છના કોરી ક્રીકમાં BSFની મોટી કાર્યવાહી, 15 પાકિસ્તાની ઘૂસણખોરો બે બોટ સાથે ઝડપાયા
