Not Set/ અમદાવાદ : ટ્રાફિક પોલીસે પાંચ કલાકમાં 4,398 વાહન ચાલકોને ફટકાર્યો દંડ

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ, કાર પર બ્લેક ફિલ્મ તેમજ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. દિવાળી તહેવાર પૂર્ણ થતાં જ ટ્રાફિક પોલીસ પણ સક્રિય થઇ ગઇ છે. ગઈકાલે ટ્રાફિક પોલીસે હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી […]

Top Stories Ahmedabad Gujarat

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ, કાર પર બ્લેક ફિલ્મ તેમજ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે.

દિવાળી તહેવાર પૂર્ણ થતાં જ ટ્રાફિક પોલીસ પણ સક્રિય થઇ ગઇ છે. ગઈકાલે ટ્રાફિક પોલીસે હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. પાંચ કલાકની ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન પોલીસે કુલ 4,398 જેટલા વાહનચાલકો પાસેથી કુલ રૂ. 4.39 લાખનો દંડ વસૂલ્યો હતો.

ટ્રાફિક પોલીસ દ્વારા સોમવારે સાંજે ચારથી રાતના નવ વાગ્યા સુધી હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં પોલીસે હેલ્મેટ વગર વાહન ચલાવતા કુલ 4,398 જેટલા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. તેમજ એમવી એક્ટ 207 મુજબ 50 વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી.