- પલ્લીને લઈને સરકારે હજી કોઈ નિર્ણય લીધો નથી
- પલ્લીને લઈને ટ્રસ્ટીઓને નથી મળી ગાઈડ લાઈન
- ગાંધીનગર એસપી રૂપાલ મંદિરની લેશે મુલાકાત
- ટ્રસ્ટી અને જિલ્લા વહીવટી વિભાગ સાથે સાંજ સુધીમાં થશે ચર્ચા
- સરકાર ગાઈડ લાઈન જાહેર કરશે તો જ પલ્લી નિકળશે
- પલ્લીમાં સિમિત લોકોએ હાજર રહેવાની ગ્રામજનોએ આપી છે ખાતરી
વૈશ્વિક મહામારી કોરોનાએ આખા વિશ્વમાં કાળો કહેર મચાવ્યો છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી વિવિધ તહેવાર પણ ઘરમાં ચાર દીવાલોની વચ્ચે ઉજવાઈ રહ્યાં છે. પછી જન્માષ્ટમી હોય કે નવરાત્રી. હવે રૂપાલમાં ભરતી પલ્લી ને લઈને તરસતી મંડળ અસમંજસમાં છે. વર્ષોથી પરંપરા ને જીવંત રાખવી કે પછી કોરોના ને કારણે વર્ષો જુની પરંપરા તોડવી..?
કોરોનાના કહેર વચ્ચે રૂપાલની પલ્લી નહીં યોજાય તેવી જાહેરાત તંત્રએ અગાઉ કરી હતી. પરંતુ પલ્લીને લઈને સરકારે હજી કોઈ નિર્ણય લીધો નથી. પલ્લીને લઈને ટ્રસ્ટીઓને કોઈ જ ગાઈડ લાઈન નથી મળી. ગાંધીનગર એસપી રૂપાલ મંદિરની મુલાકાત લેશે. ટ્રસ્ટી અને જિલ્લા વહીવટી વિભાગ સાથે સાંજ સુધીમાં આ અંગે ચર્ચા થી શકે છે. ચર્ચા પછીજ સરકાર ગાઈડ લાઈન જાહેર કરશે તો જ પલ્લી નિકળશે. ઉલ્લેખનીય છે કે, પલ્લીમાં સિમિત લોકોએ હાજર રહેવાની ગ્રામજનોએ ખાતરી આપી છે.
જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં રીતસરની ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. ત્યારે હજારો વર્ષ જુની પરંપરા જાળવી રાખીને સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પલ્લી તેના નિયત રૂટ ઉપર યોજવા અંગે ગ્રામ જનોએ ખાતરી આપી છે.
