Bhavnagar News: ભાવનગરમાં વન વિભાગે દુર્લભ પ્રજાતિના કાચબા (Turtle Meat Case)ના શિકાર અને તેના સેવનના આરોપસર ચાર પરપ્રાંતીય શ્રમિકોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ભાવનગર એરપોર્ટ વિસ્તારની એક ખાનગી કંપનીની કન્સ્ટ્રક્શન સાઇટ પર કરવામાં આવી હતી.
Turtle Meat Case: વન વિભાગે 4 શ્રમિકોને ઝડપી પાડ્યા
વન વિભાગને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી તપાસ દરમિયાન સ્થળ પરથી કાચબાનું તૈયાર કરાયેલું શાક, કાપકૂટમાં ઉપયોગમાં લેવાયેલું ચપ્પુ તેમજ અન્ય મહત્વના પુરાવાઓ કબજે કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા વિવિધ નમૂનાઓને વધુ વૈજ્ઞાનિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા ચારેય શ્રમિકો પરપ્રાંતીય છે અને કાચબા (Turtle Meat Case)નું સેવન આરોગ્ય માટે ફાયદાકારક હોવાની માન્યતાના આધારે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.વન વિભાગે ચારેય આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પૂછપરછ બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે કાચબો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સુરક્ષિત પ્રજાતિમાં આવે છે. આવા પ્રાણીઓના શિકાર, વેપાર અથવા સેવન સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે છે.હાલ સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગ અને FSLની તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:આજે છે 23 મે … વિશ્વ કાચબા દિવસ, જાણો આ વર્ષની થીમ અને જાણો ઇતિહાસ અને મહત્વ
આ પણ વાંચો:અમદાવાદમાં કાચબાની હેરાફેરીનો પર્દાફાશ, 4 સભ્યો 10 સુરજ કાચબાસહિત કરાઇ ધરપકડ
આ પણ વાંચો:દ્વારકાનો દરિયાકાંઠો બન્યો લીલા-ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’, 13 વર્ષમાં 80 હજાર કાચબાનો ઉછેર
