ayodhya news/ રામ મંદિર જમીન વિવાદ, સંજય સિંહે SITને સોંપ્યા 11 દસ્તાવેજ

રામ મંદિર (Ram Mandir) ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના રાજીનામાને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓને ટ્રસ્ટના નિર્માણ પ્રભારી ગોપાલ રાવે ફગાવી દીધી છે

Top Stories India
અયોધ્યા (Ayodhya)ના રામ મંદિર સાથે જોડાયેલા જમીન વ્યવહારોને લઈને ચાલી રહેલા વિવાદ (Ram Mandir Land Scam)માં ગુરુવારે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો

Ayodhya News : અયોધ્યા (Ayodhya)ના રામ મંદિર સાથે જોડાયેલા જમીન વ્યવહારોને લઈને ચાલી રહેલા વિવાદ (Ram Mandir Land Scam)માં ગુરુવારે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે લખનઉમાં વિશેષ તપાસ ટીમ (SIT) સમક્ષ 11 દસ્તાવેજો રજૂ કરીને તપાસને વધુ ગતિ આપી છે.

દસ્તાવેજોમાં જમીન ખરીદી-વેચાણ અને નાણાકીય વ્યવહારો સંબંધિત મહત્વની વિગતો સામેલ

મળતી માહિતી મુજબ સંજય સિંહ સવારે SITના અધ્યક્ષ વિજય વિશ્વાસ પંતની ઓફિસે પહોંચ્યા હતા. તેઓ અંદાજે 12 મિનિટ સુધી અધિકારીઓ સાથે ચર્ચા કરીને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સોંપ્યા હતા. ત્યારબાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે દાવો કર્યો કે રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જમીન ખરીદી-વેચાણ અને નાણાકીય વ્યવહારો સંબંધિત મહત્વની વિગતો સામેલ છે.

સંજય સિંહે પ્રશ્ન ઉઠાવ્યો કે જો તપાસ દરમિયાન અનેક બાબતો સામે આવી રહી છે તો હજુ સુધી કોઈ FIR કેમ નોંધાઈ નથી અને કોઈની ધરપકડ કેમ કરવામાં આવી નથી. તેમના મતે તપાસમાં ઝડપ લાવવાની જરૂર છે જેથી સત્ય ઝડપથી બહાર આવી શકે.

બીજી તરફ, રામ મંદિર (Ram Mandir) ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના રાજીનામાને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓને ટ્રસ્ટના નિર્માણ પ્રભારી ગોપાલ રાવે ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ચંપત રાયે કોઈ રાજીનામું આપ્યું નથી અને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી માહિતી ભ્રામક છે.

ગોપાલ રાવે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરતાં જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ SIT દ્વારા કરવામાં આવી રહી છે. તપાસનો અંતિમ અહેવાલ જાહેર થયા પછી હકીકતો સ્પષ્ટ થઈ જશે અને ત્યારબાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય રહેશે.

હાલમાં સમગ્ર ઘટનાક્રમને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હવે સૌની નજર SITની આગામી કાર્યવાહી અને તપાસના પરિણામો પર ટકેલી છે.


આ પણ વાંચો : રામમંદિર માટે જમીન ખરીદીનો નવો વિવાદ, રૂ.2 કરોડની જમીન ટ્રસ્ટે રૂ.18.5 કરોડમાં ખરીદીનો આક્ષેપ, સંજયસિંહ-પવન પાંડેની CBI-ED તપાસની માગ, આપ નેતા સંજયસિંહ,સપા પૂર્વ MLA પવન

આ પણ વાંચો : જગન્નાથ મંદિરની જમીન વેચાણ વિવાદ ફરી ચર્ચામાં

આ પણ વાંચો : સ્વામિનારાયણના સાધુઓ ફરીથી વિવાદમાં સપડાયા, આ વખતે ગોચર જમીનનો વિવાદ