કાશ્મીર ઝોન પોલીસ દ્વારા બિજબેહરા વિસ્તારમાં પોલીસ અને આતંકી વચ્ચે થયેલી અથડામણ વિશે જાણકારી આપતા જણાવવામાં આવ્યું હતું કે, આ વિસ્તારમાં આતંકી હોવાની જાણ કારી પ્રાપ્ત થયા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવતા આતંકી તરફથી ફાયરીંગ શરુ કરવામાંં આવ્યું હતું. પોલીસ દ્વારા કાઉન્ટર ફાયરીંગ શરુ કરવામાં આવ્યું હતું. પોલીસનાંં એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. મૃત આતંકી પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આતંકીની ઓળખ કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. હાલમાં માર્યા ગયેલા આંતકી વિશે કોઇ વિશેષ માહિતી પ્રાપ્ત થયેલ નથી. પોલાસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ઘરવામાં આવી રહ્યું છે.
#UPDATE Kashmir Zone Police: One terrorist has been neutralised in the Bijbehara encounter. Arms and ammunition recovered. #JammuandKashmir https://t.co/ysEf9vhuv1
— ANI (@ANI) January 27, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
