Vande Bharat Express: ગુજરાતના ઉદવાડા અને વાપી રેલ્વે સ્ટેશન વચ્ચે ગુરુવારે (1 ડિસેમ્બર) વંદે ભારત એક્સપ્રેસની અડફેટે એક પશુ આવ્યા બાદ રેલ્વે સતર્ક થઈ ગઈ છે. આ ઉપરાંત વધુ અકસ્માતોને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવે હવે રેલવે રૂટ પર વાડ બાંધવા જઈ રહી છે.પશ્ચિમ રેલવે શુક્રવારે (2 ડિસેમ્બર) જણાવ્યું હતું કે તે પાટા પર પ્રાણીઓને આવતા અટકાવવા માટે આવતા વર્ષે મે સુધીમાં મુંબઈ-અમદાવાદ રેલ માર્ગ પર ફેન્સીંગ નાંખવામાં આવશે. વંદે ભારતના વધતા જતા અકસ્માતને ધ્યાનમાં લઇને આ નિર્ણય રેલવે તંત્ર ધ્વારા લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે આ માહિતી આપી હતી
મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 30 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં ચાર વખત પશુઓ તેની પકડમાં આવી ચૂક્યા છે. પશ્ચિમ રેલવેએ આ ઘટનાઓને ગંભીરતાથી લીધી છે અને વાડ બાંધવા માટે મક્કમ છે.
