વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ ભારત બાયોટેક પાસેથી તેની કોવિડ -19 રસી માટે કોવેક્સિન વિશે વધુ માહિતી માંગી છે. WHO એ સોમવારે કહ્યું કે તે ભારત બાયોટેક પાસેથી ‘કોવેક્સિન’ વિશે વધારાની માહિતી માંગી છે. રસી સલામત છે તેની ખાતરી કરવા માટે તેનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાની જરૂર છે .તમામ નિરીક્ષણ કર્યા બાદ જ મંજૂરી આપી શકાય છે
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોરોના રસી બનાવી છે. 19 એપ્રિલે વિશ્વ આરોગ્ય સંસ્થાને તેની રસી માટે EOI સબમિટ કરી હતી. ગ્લોબલ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ટ્વિટમાં કહ્યું, ‘અમે જાણીએ છીએ કે ઘણા લોકો કોવિડ -19 ઇમરજન્સી યુઝ લિસ્ટમાં રસીનો સમાવેશ કરવા WHO ની ભલામણની રાહ જોઇ રહ્યા છે, પરંતુ અમે ઉતાવળમાં આવું કરી શકતા નથી.
ડબ્લ્યુએચઓએ વધુમાં જણાવ્યું હતું કે કટોકટીના ઉપયોગ માટે પ્રોડક્ટની ભલામણ કરતા પહેલા, તે સુરક્ષિત અને અસરકારક છે તેની ખાતરી કરવા માટે અમારી તેનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું જોઈએ. વદુમાં કહ્યું, રસી ઉત્પાદક ભારત બાયોટેક ડબ્લ્યુએચઓને નિયમિત ધોરણે ડેટા પૂરો પાડે છે અને ડબ્લ્યુએચઓના નિષ્ણાતો દ્વારા આ ડેટાની સમીક્ષા કરવામાં આવે છે. WHO આજે કંપની પાસેથી વધારાની માહિતીની અપેક્ષા રાખે છે. ‘
