ભારતની આઝાદીનાં એક દિવસ પહેલાં જ આપણા પાડોશી દેશ પાકિસ્તાનનો આઝાદી દિવસ છે. આઝાદીનાં આટલા વર્ષો બાદ બંને દેશોની સરખામણી કરીએ તો ખબર પડે કે ભારત દેશની તુલનામાં પાકિસ્તાન ક્યાં બિરાજે છે……
મિલિટરી: કિસમેં કિતના હે દમ!..
ગ્લોબલ ફાયર પાવર આ વર્ષે ૧૩૬ દેશોની મિલિટરી રેન્કિંગનું લીસ્ટ જાહેર કર્યું હતું જેમાં ભારત દેશ ચોથા સ્થાન પર છે જયારે તેની સામે પાકિસ્તાન દેશ સતરમાં સ્થાન પર છે. જયારે ક્રેડીટ સુઈસ રીસર્ચ ઇન્સ્ટીટયુટનાં આંકડા અનુસાર પાકિસ્તાન 11 માં સ્થાને છે અને તેની સામે ભારત પાંચમાં સ્થાને છે.
જીડીપી: કર હર મેદાન ફતેહ!..
ભારત દેશની વાર્ષિક GDP(ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) 2597.5 બિલીયન ડોલર છે. જયારે તેની સામે પાકિસ્તાનની વાર્ષિક જીડીપી 305 બિલીયન ડોલર છે. ભારત દેશની માથાદીઠ જીડીપી 1940 ડોલર છે અને પાકિસ્તાનની માથાદીઠ જીડીપી 1548 ડોલર છે. આ ઉપરાંત દુનિયાનાં વ્યાપાર કરવાની આસની(ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ)ને લઈને દેશોને રેન્કિંગ આપવામાં આવ્યા હતાં. જેમાં ભારત 100 માં સ્થાન પર હતું અને આ રેન્કિંગમાં પાકિસ્તાન 147 માં સ્થાન પર છે.
સાક્ષરતા: પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા
શિક્ષણ ક્ષેત્રે 2005 સુધીનાં આંકડાઓની તુલના કરીએ તો ભારતમાં સાક્ષરતા દર 71% હતો જયારે તેની સામે પાકિસ્તાનનો સાક્ષરતા દર 58% એ પહોચ્યો હતો.
હંગર ઇન્ડેક્સ: ક્યાં સે ક્યાં હો ગયા….
ભૂખની સમસ્યા બંને દેશમાં છે જ. પરંતુ લોકોને હજુ પુરતું ભોજન નથી મળી રહ્યું અને લોકો ભૂખ્યા રહે છે. આ હંગર ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન 100મું છે અને પાકિસ્તાન 106 નંબર પર છે. ભારતની સાપેક્ષે પાકિસ્તાનમાં લોકો વધુ ભૂખની સમસ્યાથી પીડાય રહ્યા છે.
લાઈફ એક્સ્પેક્ટેન્સી: જીના યહાં મરના યહાં.. તુમ જીઓ હજારો સાલ
વર્ષ 2015 સુધીનાં આંકડાઓ પર નજર નાખીએ તો એક વ્યક્તિનાં સરેરાશ જીવનનાં વર્ષો કે માણસ કેટલા વર્ષ સુધી જીવે છે તેનો આંકડો હતો 68.35 વર્ષ. જયારે પાકિસ્તાનમાં લાઈફ એક્સ્પેક્ટેન્સીનો સમયગાળો 66.38 વર્ષ હતો.
