Ahmedabad News: દર્દીઓને મારીને પૈસા કમાતા અને ગરીબોને મફતમાં તબીબી સેવાઓ પૂરી પાડતા ડોકટરોના કૌભાંડના અલગ-અલગ કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. બીજી તરફ કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. હવે ખ્યાતી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આમાંથી બે દર્દીઓના મોત થયા હતા, આ અંગે તપાસ કરવામાં આવી છે. તમામ દર્દીઓને અલગ-અલગ રિપોર્ટના નામે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે. ખ્યાતી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 12 દર્દીઓ આજે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાંથી યુએન મહેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં તમામ દર્દીઓની હેલ્થ ચેકઅપ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. દર્દીઓના આરોગ્ય તપાસની સાથે ખ્યાતી હોસ્પિટલમાં પણ ‘ટેસ્ટ’ કરવામાં આવશે. અત્યારે દર્દીઓની પ્રાથમિક તપાસ થશે તેમજ નિષ્ણાત ડોક્ટરના કહ્યા મુજબના ટેસ્ટ થશે. 1 દર્દીને શ્વાસની તકલીફ છે સારવાર ચાલુ છે. 14 દર્દીઓની હાલત અત્યારે સારી છે. દર્દીઓને સ્ટેન્ડ મૂકવાની જરૂર હતી કે કેમ તે મામલે તપાસ થશે, જેને લઈ તમામ દર્દીઓને રિપોર્ટ રાજ્ય સરકારને મોકલાશે
કડીના બાલીસણા ગામના જે દર્દીઓની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. તે પૈકીના બે દર્દીઓના મોત નિપજ્યા હતા. દર્દીઓના મોત બાદ હોબાળો થતા તેઓની સાથે જે અન્ય દર્દીઓની સારવાર કરવામાં આવી હતી તે 12 દર્દીઓને આજે બપોરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીંથી તમામને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
અમદાવાદના એસજી હાઈવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કડીના બોરીસણા ગામે મેડિકલ કેમ્પ કર્યા બાદ 19 લોકોને એન્જિયોગ્રાફી માટે લાવવામાં આવ્યા હતા. તમામની એન્જિયોગ્રાફી કર્યા બાદ સાત લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે પૈકીના બે દર્દીઓના મોત નિપજતા હોસ્પિટલની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ત્યારે આ મામલાની તપાસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગ અને પોલીસ પણ એલર્ટ બની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:આયુષ્માન યોજના જીવન સાથે રમત ન બને, ખ્યાતી હોસ્પિટલની ઘટના ડરાવે છે
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે
આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને પુરાવા રજૂ કરવા કરાયો આદેશ, મેડિકલ એસોસિએશને લખ્યો પત્ર
