મોહસીન દાલ, પંચમહાલ @મંતવ્ય ન્યૂઝ
પંચમહાલના હાલોલ-પાવાગઢ રોડ ઉપર ખુદપીર દરગાહ પાસેથી પસાર થતી નર્મદાની પાણી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયુ છે. આ ભંગાણ સર્જાવવાને કારણે લાખો લીટર પાણી રોડ ઉપર ઠલવાઈ રહ્યું છે. છતાંં પાણી પુરવઠા વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
પંચમહાલ જીલ્લાના અનેક ગામોમાં ઉનાળાની સીઝનને લઈ પીવાના પાણીના સ્રોતો સુકાઈ જતાં પાણી માટે વલખાં મારી રહ્યા છે. તેમજ આ લોકોના પાણી અંગેની સમસ્યા તંંત્ર હલ કરી શકતું નથી. જયારે બીજી તરફ હાલોલ-પાવાગઢ રોડ ઉપર આવેલ ખુદપીર દરગાહ પાસેથી પસાર થતી નર્મદાની પાણીની પાઈપ લાઈનમાં છેલ્લા કેટલાક દિવસ થી ભંંગાણ સર્જાયું છે.
જેને લઈ લાખો લીટર પાણીનો બગાડ થતો દેખાઈ રહ્યો છે. આ પાઈપલાઈન માંથી પાણી રોડ ઉપર ઠલવાઈ રહ્યું છે. છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા નર્મદાની પાઈપ લાઈનમાં પડેલ ભંંગાણની મરામત કરીને પાણીના બગાડ થતો બચાવે તે જરૂરી છે.
અવાર-નવાર નર્મદાની પાઈપ લાઈનમાં આવા ભંગાણ સર્જાતા જોવા મળે છે. ત્યારે તેનો કાયમી ઉકેલ લાવવામાંં આવે તેવી લોક માંંગ કરાઈ રહી છે.

